Mika Singh Birthday: કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક મીકા સિંહ દુલ્હનની શોધમાં, આ રિયાલિટી શોથી કરશે જીવનસાથીની પસંદગી
Updated: June 10, 2022, 2:49 PM IST
મિકા સિંઘ છે કરોડોની સંપત્તિનો માલિક
Happy Birthday Mika Singh: પહેલવાનના પરિવારમાં જન્મેલો સૌથી નાનો પુત્ર મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આટલું મોટું નામ બનાવશે તેવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. મીકાએ લગભગ દરેક અભિનેતા માટે ગાયું છે. મીકા સિંહના અવાજ પર સલમાન ખાનથી લઈને શાહરૂખ સુધી બધાએ ડાન્સ કર્યો છે. ત્યારે હવે તે સારી જીવનસાથીની શોધમાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફેમસ સિંગર મીકા સિંહ (Mika singh)એ બોલિવૂડને મૌજા હી મૌજા, ધન્નો જેવા બ્લોકબસ્ટર ગીતો આપ્યા છે. તેમજ મીકાએ ઘણા સોલો આલ્બમ (Mika singh Album) બહાર પાડ્યા છે અને ઘણી વાર તે ઘણા રિયાલિટી શોમાં ભાગ લેતા જોવા મળે છે. મીકાનો જન્મ (Mika singh Birthday) 10 જૂન 1977ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. તે તેના છ ભાઈઓમાં સૌથી નાનો છે. મીકાના પિતા અજમેર સિંહ અને માતા બલબીર કૌર રાજ્ય કક્ષાના કુસ્તીબાજ રહી ચૂક્યા છે. પહેલવાનના પરિવારમાં જન્મેલો સૌથી નાનો પુત્ર મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આટલું મોટું નામ બનાવશે તેવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. મીકાએ લગભગ દરેક અભિનેતા માટે ગાયું છે. મીકા સિંહના અવાજ પર સલમાન ખાનથી લઈને શાહરૂખ સુધી બધાએ ડાન્સ કર્યો છે. ત્યારે હવે તે સારી જીવનસાથીની શોધમાં છે.
બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મીકા સિંહનું અસલી નામ અમરિક સિંહ છે. દલેર મહેંદી મીકા સિંહના ભાઈ છે. મીકા દેશ - વિદેશમાં સ્ટેજ શો કરે છે. પોતાના ગીતના કારણે મીકાએ કરોડોની કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મીકા એક ગીત માટે લગભગ 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મોમાં ગીતોની સાથે સાથે મીકાના આલ્બમ પણ હિટ રહે છે. આલીશાન ઘર અને લક્ઝરી કાર્સના શોખીન મીકા સિંહની કુલ સંપત્તિ લગભગ 13 મિલિયન ડોલર એટલે કે લગભગ 96 કરોડ રૂપિયા છે.
મીકા સિંહ જીવનસાથીની શોધમાં
મીકા સિંહને હવે જીવનસાથીની જરૂર છે. તે પોતાની લાઈફ પાર્ટનરને એક શો દ્વારા શોધી રહ્યો છે. તે મીકા દી વોટી (Mika Di Vohti) શો દ્વારા દુલ્હનની શોધમાં છે. એક ઈન્ટરવ્યૂમાં સિંગરે કહ્યું હતું કે, આ શો દ્વારા તે પોતાનો પ્રેમ અને લાઈફ પાર્ટનર શોધવા જઈ રહ્યો છે. સિંગરનું કહેવું છે કે, જ્યાં સુધી પ્રેમ નહીં થાય ત્યાં સુધી લગ્ન નહીં થાય. શો પૂરો થાય ત્યાં સુધી હું મારો પ્રેમ શોધીશ અને પછી લગ્ન કરીશ.
મીકાની જીવનસાથી બનવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના અલગ અલગ શહેરોની 12 યુવતીઓએ ભાગ લીધો છે. આ શો જોધપુરના ભવ્ય પેલેસ ઉમેદ પેલેસ રિસોર્ટ અને સ્પામાં રાખવામાં આવ્યો છે. 19 જૂનથી ટેલિકાસ્ટ થનારા આ સ્વયંવર શો માટે દેશભરની 70 જેટલી યુવતીઓનું ઓડિશન લેવામાં આવ્યું છે.
આ વર્ષે મીકા બર્થડે નહીં ઉજવે
મીકા સિંહ શાનદાર બર્થ ડે પાર્ટી માટે જાણીતો છે. પણ આ વર્ષે પંજાબી પોપ સિંગર રેપર સિધ્ધુ મુસેવાલાની હત્યા અને જાણીતા સિંગર કે કે ના નિધનના કારણે મીકાને ધ્રાસકો લાગ્યો છે, જેથી તે આ વર્ષે જન્મદિવસ નહીં ઉજવે તેવું મીડિયા રિપોર્ટ પરથી જાણવા મળે છે.
Published by:
Margi Pandya
First published:
June 10, 2022, 2:47 PM IST