મંદિરા બેદીએ 48ની ઉંમરે બિકિનીમાં કર્યુ વર્કઆઉટ, શેર કર્યો VIDEO

News18 Gujarati
Updated: March 18, 2021, 4:16 PM IST
મંદિરા બેદીએ 48ની ઉંમરે બિકિનીમાં કર્યુ વર્કઆઉટ, શેર કર્યો VIDEO
મંદિરા બેદી, એક્ટ્રેસ

વીડિયોમાં મંદિરા બાથટબની આગળ બિકિનીમાં વર્કઆઉટ કરતી નજર આવી રહી છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શન આપી છે બાથટબ, બિકિની અને બેંગિંગ વર્કઆઉટ.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એન્ટરટેઇનમેન્ટ જગતની લોકપ્રિય એક્ટ્રેસ મંદિરા બેદી (Mandira Bedi) તેની એક્ટિંગ સાથે ફિટનેસઅંગે ચર્ચામાં રહે છે. 48 વર્ષની ઉંમરે તે તેની ફિટનેસથી નાની ઉંમરનાંને માત આપે છે. બે બાળકોની માતા હોવા છતાં મંદિરાએ તેની બોડીને ફિટ અને ટોન રાખ્યું છે. સોશિયલ મીડિયા (Social Media) પર તે ઘણી એક્ટિવ રહે છે. હાલમાં તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઇ આપ પણ કહી ઉઠશો ઓ માય ગોડ

મંદિરા બેદી (Mandira Bedi) બે બાળકોની માતા છે. પણ તે તેનાં સ્વાસ્થ્ય માટે હમેશાં સતર્ક રહે છે. કોઇપણ મા માટે મંદિરા બેદી ફિટનેસ આઇકનથી ઓછી નથી. તેની બોડી જોઇને આપને લાગે જ નહીં કે તે બે બાળકોને જન્મ આપી ચુકી છે. મંદિરા બેદી બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસ માંથી એક છે. તે તેનાં સોશિયલ મીડિયા પેજ પર રેગ્યુલર તેનાં વર્કઆઉટનાં વીડિયો શેર કરતી રહે છે. જોકે હાલમાં તેણે બિકિનીમાં વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. જે ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં મંદિરા બાથટબની આગળ બિકિનીમાં વર્કઆઉટ કરતી નજર આવી રહી છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શન આપી છે બાથટબ, બિકિની અને બેંગિંગ વર્કઆઉટ.

મંદિરા બેદી તેની ટોન્ડ બોડીને મેન્ટેન રાખવાં અઘરું વર્કઆઉટ કરવું અને ડાયટ ફોલો કરવું જરૂરી છે. તેનાં આ વીડિયો પર ઘણાં રિએક્શન આવી રહ્યાં છે. થોડા સમય પહેલાં જ આ વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં લોકો તેનાં દિલખોલીને વખાણ કરી રહ્યાં છે.

એક્ટ્રેસ એક ટીનએજર બાળકની માતા છે. તેની ફ્લેટ બેલી અને પરફેક્ટ બોડી જોઇ આપ તેનો અંદાજો પણ ન લગાવી શકો.

ડિલીવરી બાદ મંદિરાએ એક્સરસાઇઝ અને સારી ડાયટની મદદથી 22 કિલો વજન ઘટાડ્યું છે. આપ આ વાતનો અંદાજો લગાવી શકો છો કે પોતાનાં સ્વાસ્થ્યનું તે કેટલું ધ્યાન રાખે છે. તેણે દીકરા વીરને સી સેક્શનથી જન્મ આપ્યો હતો. અને 6 મહિનાની અંદર તેનું વજન 54 કિલો સુધી પહોંચી ગયું હતું. ડિલીવરી બાદ મંદિરાએ વજન ઘટાડ્યું હતું. અને તેની કમરની સાઇઝ 26 ઇંચ થઇ ગઇ હતી.
Published by: Margi Pandya
First published: March 18, 2021, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading