રાબ્તા ફિલ્મના શૂટિંગનો કિસ્સો: કૃતિ સેનને ભૂત વળગ્યું હોવાનું સમજી ડરી ગયા હતા ક્રુ મેમ્બર અને પછી..


Updated: July 27, 2021, 10:40 PM IST
રાબ્તા ફિલ્મના શૂટિંગનો કિસ્સો: કૃતિ સેનને ભૂત વળગ્યું હોવાનું સમજી ડરી ગયા હતા ક્રુ મેમ્બર અને પછી..
તસવીર- kritisanon /Instagram

કૃતિ સેનન (Kriti Sanon) બોલિવૂડમાં ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવી રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથેની રાબ્તા (Raabta)માં પણ તેણે જોડી જમાવી હતી.

  • Share this:
મુંબઈ: કૃતિ સેનન (Kriti Sanon) બોલિવૂડમાં ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવી રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથેની રાબ્તા (Raabta)માં પણ તેણે જોડી જમાવી હતી. 2017માં આવેલી આ ફિલ્મમાં કૃતિએ ડબલ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મને બોક્સ ઓફીસ પર કઈ ખાસ ઉકાળી શકી નહોતી. પણ આ ફિલ્મ સાથે ઘણી યાદગાર ક્ષણો જોડાઈ ગઈ હતી. આ ફિલ્મના શૂટિંગનો રસપ્રદ કિસ્સો કૃતિએ વર્ણવ્યો છે.

2017માં હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં કૃતિ સેનને રાબ્તા ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલા અનુભવો અંગે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, રાબ્તા ફિલ્મમાં અમે એક હવેલીમાં શૂટિંગ કરી રહ્યા હતા. મારા અને જિમ વચ્ચે ઇન્ટેસ સીન ભજવાતો હતો. ટેક પહેલા હું ખૂબ જોરથી ચીસો પાડતી હતી. મને લાગતું હતું કે ફેફસાં બહાર આવી જશે. કારણ કે આવું કરવામાં ખૂબ તાકાત જોઈએ. જેથી હું શારીરિક અને માનસીક રીતે થાકી ગઈ હતી. આ ખૂબ ફની હતું. થોડા સમય બાદ આ બાબતે ડીનુ (Dinesh Vijan)એ મને કહ્યું કે, તારામાં કોઈ આત્મા ઘુસી ગઈ હોય તેવું ક્રુ મેમ્બરને લાગતું હતું.

kriti sanon, , raabta, sushant singh rajput
તસવીર/kritisanon /Instagram)


રાબ્તા ફિલ્મમાં ખૂબ જ સુંદર અને શાનદાર દ્રશ્યો કેમેરામાં કેદ કરાયા હતા. આ ફિલ્મની પટકથા બે પ્રેમીઓ પર કેન્દ્રિત હતી. જેમાં જુના જમાના અને નવા જમાનાની જીવનશૈલી આવરી લેવાઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન દિનેશ વિજને કર્યું હતું. કૃતિ સેનન અને સુશાંત સિવાય આ ફિલ્મમાં દીપિકા પદુકોણ અને જિમ સરભે પણ કામ કર્યું હતું.

આ પણ વાંચો: Breaking: કોર્ટે રાજ કુન્દ્રાને જેલ મોકલ્યો, 14 દિવસની વધી પોલીસ કસ્ટડી

કૃતિ સેનન માટે આજનો દિવસ શુભ છે. આજે એટલે કે તેના જન્મદિવસે ફિલ્મ 'મીમી' રિલીઝ થઈ છે. 26 જુલાઈએ નેટફ્લિક્સ (Netflix) અને જિયો સિનેમા (JioCinema) પર રિલીઝ થયેલી આ ફિલ્મ પહેલા 30 જુલાઈએ રિલીઝ થવાની હતી. પણ નિર્માતાઓએ કૃતિના જન્મદિવસ (Kriti Sanon Birthday)ના એક દિવસ પહેલાં આ ફિલ્મ રિલીઝ કરી હતી.
Published by: kuldipsinh barot
First published: July 27, 2021, 10:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading