Happy Bday Karan Johar: કરન જોહરે ઉજવ્યો 50મો જન્મ દિવસ, જુઓ આ 'પાવર કપલ્સ' એ આપી હાજરી
News18 Gujarati Updated: May 26, 2022, 8:46 AM IST
કરન જોહરની બર્થ ડે પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો
Happy Bday Karan Johar: ખુદ કરન તેનાં જન્મ દિવસ પર ગ્રીન સિક્વન્સ બ્લેઝર પહેરીને આવ્યો હતો. જેમાં તેણે બ્લેક ટ્રાઉઝર અને વ્હાઇટ શર્ટ પહેર્યું હતું. તેની સાથે તેણે ઓવર સાઇઝ ચશ્મા પહેર્યા હતાં. ચાલો નજર કરીએ કોણ કોણ પહોચ્યું હતું કરન જોહરનાં 50માં જન્મ દિવસની પાર્ટીમાં.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરન જોહરે (Karan Johar) 25 મેનાં રોજ તેનો 50મો જન્મ દિવસ (Karan Johar 50th Birthday) ઉજવ્યો. આ અવસરે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં એ લિસ્ટેડ સેલિબ્રિટી તેનાં જન્મ દિવસની પાર્ટીમાં હાજર રહ્યાં હતાં. અને સૌએ તેને જન્મ દિવસનાં વધામણાં પાઠવ્યાં હતાં. આ પાર્ટી યશ રાજ સ્ટૂડિયોમાં આપવામાં આવી હતી. તેણે તેનાં જન્મ દિવસની પાર્ટી રેડ કાર્પેટ થિમ પર રાખી હતી. જે ઘણી જ ગ્લેમર્સ હતી. સ્ટાર્સનાં કપડાં અને તેમની સ્ટાઇલ જોઇને લાગે કે આ તો કોઇ એવોર્ડ ફંક્શન હશે.
ખુદ કરન તેનાં જન્મ દિવસ પર ગ્રીન સિક્વન્સ બ્લેઝર પહેરીને આવ્યો હતો. જેમાં તેણે બ્લેક ટ્રાઉઝર અને વ્હાઇટ શર્ટ પહેર્યું હતું. તેની સાથે તેણે ઓવર સાઇઝ ચશ્મા પહેર્યા હતાં. ચાલો નજર કરીએ કોણ કોણ પહોચ્યું હતું કરન જોહરનાં 50માં જન્મ દિવસની પાર્ટીમાં.
પાવર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ એક સાથે પાર્ટીમાં પહોચ્યા ત્યારે તેમની તસવીર
કરિના કપૂર ખાન પતિ સૈફ અલી ખાન સાથે
એક્સ કપલ આમીર ખાન અને કિરન રાવ એકસાથે
પ્રિતી ઝિન્ટા તેનાં પતિ સાથે
અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન સાથે
રિતિક રોશન ગર્લફ્રેન્ડ શાબઝાદ સાથે
અર્પિતા ખાન શર્મા પતિ આયુશ શર્મા સાથે
પોતાનાં 50માં જન્મ દિવસ પર કરન જોહરે જાહેરાત કરી હતી કે તે એક એક્શન ફિલ્મનું નિર્માણ કરશે. જેનું શૂટિંગ પણ તે એપ્રિલ 2023માં શરૂ કરશે. આ સાથે જ તેણે તેની નેક્સ્ટ રિલીઝ થઇ રહેલી ફિલ્મ વિશે વાત કરી હતી. જે 10 ફેબ્રુઆરી 2023નાં રોજ રિલીઝ થશે.
Published by:
Margi Pandya
First published:
May 26, 2022, 8:43 AM IST