કપિલ શર્માનો શો કરોડરજ્જુની ઈજાના કારણે થયો ઓફ એર, કહ્યુ,"ઘણું સહન કર્યું છે."

News18 Gujarati
Updated: October 17, 2021, 6:11 PM IST
કપિલ શર્માનો શો કરોડરજ્જુની ઈજાના કારણે થયો ઓફ એર, કહ્યુ,
કપિલ શર્મા

2021ના જાન્યુઆરીમાં કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma)ના કેટલાક વ્હીલ-ચેર બાઉન્ડ ફોટોઝ અને વીડિયો ઓનલાઇન સામે આવ્યા હતા, જેના કારણે તેના ચાહકો ચિંતિત થયા હતા.

  • Share this:
કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માએ તાજેતરમાં જાન્યુઆરી ૨૦૨૧માં કરોડરજ્જુની ઈજા વિશે ખુલીને વાત કરી છે, જેના કારણે તેણે પોતાનો શો ઓફ એર કરવો પડ્યો હતો.

2021ના જાન્યુઆરીમાં કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma)ના કેટલાક વ્હીલ-ચેર બાઉન્ડ ફોટોઝ અને વીડિયો ઓનલાઇન સામે આવ્યા હતા, જેના કારણે તેના ચાહકો ચિંતિત થયા હતા. એરપોર્ટ પર પાપારાઝી દ્વારા સ્નેપ થયા બાદ કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી કે, તેને જીમમાં પીઠમાં ઈજા થઈ છે અને હવે તે ઠીક છે. તાજેતરમાં એક વીડિયોમાં કપિલે કરોડરજ્જુની ઈજાના કારણે થતી પીડા અને તેનાથી તેને તેનો લોકપ્રિય શો 'ધ કપિલ શર્મા શો' (The kapil sharma show)ઓફ એર કરવો પડ્યો તે અંગે ખુલીને વાત કરી હતી.

કપિલે કહ્યુ હતું કે, શરૂઆતમાં તેણે 2015માં યુએસએમાં પીઠમાં ઈજા થઈ હતી, પરંતુ તેને પીડાનું મૂળ કારણ ખબર નહોતી. ત્યાંના એક ડૉક્ટરે તેમને એપિડ્યુરલ આપ્યું હતું અને તેમને રાહત થઈ હતી. જોકે, 2021માં ફરી તેની પીઠમાં દુખાવો થયો હતો.

શનિવારે વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે કપિલ એક નવા વીડિયોમાં દેખાયો હતો. વીડિયોમાં કપિલે કહ્યું હતું કે, "જાન્યુઆરી 2021માં મને ફરી આ સહન કરવું પડ્યું હતું. મારી પાસે ઘણા બધા પ્લાન્સ હતા પરંતુ મારે બધું બંધ કરવું પડ્યું. ઈજાને કારણે મારે મારો શો ઓફ એર લેવો પડ્યો.

આ પણ વાંચોGarbe Ki Raat: રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદી સામે સુરતમાં નોંધાઈ FIR, જાણો શું છે મામલો

આ પીડા તમારા વર્તનમાં પરિવર્તન તરફ દોરી જાય છે, તમે લાચાર મેહસુસ કરવાનું શરૂ કરો છો કારણ કે તમે પથારીમાંથી ઉભા થઈ શકતા નથી. અને પછી લોકો તમને કહેવાનું શરૂ કરશે કે તમે હંમેશાં સૂઈને વજન વધારો. તમારે પ્રવાહી આહાર (liquid diet)શરૂ કરવો જોઈએ. વ્યક્તિને પહેલેથી જ દુખાવો થઈ રહ્યો છે અને કોઈ તમને ખાવા માટે સલાડ આપે છે, તમારું દર્દ બમણું થઈ જાય છે. મેં ઘણું સહન કર્યું છે."
Published by: kiran mehta
First published: October 17, 2021, 6:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading