Cinematograph Bill 2021: થિયેટરમાં દેખાડવું પડી શકે છે બાળકોની ઉંમરનું સર્ટિફિકેટ


Updated: July 1, 2021, 9:46 PM IST
Cinematograph Bill 2021: થિયેટરમાં દેખાડવું પડી શકે છે બાળકોની ઉંમરનું સર્ટિફિકેટ
કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સિનેમેટોગ્રાફ બિલ 2021ને લઇને ફિલ્મ નિર્માતાઓ ચિંતામાં છે

કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સિનેમેટોગ્રાફ બિલ 2021ને લઇને ફિલ્મ નિર્માતાઓ ચિંતામાં છે

  • Share this:
મુંબઈ : કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સિનેમેટોગ્રાફ બિલ 2021ને લઇને ફિલ્મ નિર્માતાઓ ચિંતામાં છે. આ અમેડમેન્ટ અનુસાર કોઇ ફિલ્મ સેન્સર બોર્ડમાંથી પાસ થઈ પણ જાય તો પણ તેના પર પ્રતિબંધનો ખતરો કાયમ રહેશે. કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ દ્વારા મંજૂરી મળવા છતા પણ તેની તપાસ કરી શકાય છે. આ સિવાય ફિલ્મ જોનારા જો થિયેટરમાં પોતાના બાળકોને લઇને જાય છે તો તેમની ઉંમરનું સર્ટિફિકેટ પણ સાથે રાખવું પડશે. કારણ કે સેન્સરશિપની 3 નવી કેટેગરી હશે. જેમાં 7 વર્ષથી વધુ, 13 વર્ષથી વધુ અને 16 વર્ષથી વધુના એજ ગ્રુપ્સની કેટેગરી નક્કી કરવામાં આવી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોમાં ખળભળાટ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આ એક્ટ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. આ બિલ પર એક્ટર કમલ હસને ટ્વિટ કરીને પોતાની આઝાદી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સિનેમેટોગ્રાફ એક્ટ 1952માં બદલાવ

હકીકતમાં સરકારે સિનેમેટોગ્રાફ એક્ટ 1952માં અમુક ફેરફાર કરવાનું વિચાર્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે અમેડમેન્ટ પછી તેને સિનેમેટોગ્રાફ એક્ટ 2021 કહેવામાં આવશે. તેના 6 સેક્શનમાં સરકાર બદલાવ કરવા જઇ રહી છે. નવા નિયમ અનુસાર કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડથી સર્ટિફિકેટ મળ્યા બાદ પણ કોઇને ફરિયાદ હશે તો તેને ફરી સેન્સર બોર્ડ પાસે સમીક્ષા માટે મોકલવામાં આવશે.

આ પણ વાંચો - Doctors Day 2021: મળો એક એવા દીવાન પરિવારને કે જેમની 4 પેઢીમાં છે 45 ડૉકટર, 88 વર્ષથી કરે છે લોકોની સેવાક્યા-ક્યા મુદ્દાઓ પર થઇ શકે છે બદલાવ?

જો કોઇને લાગે છે કે કોઇ ફિલ્મથી ભારતની સુરક્ષા, સાર્વજનિક શાંતિની સાથે સાથે શિષ્ટતા અને નૈતિકતાનું પાલન નથી કરવામાં આવ્યું કે તેનાથી કોર્ટનું અપમાન થઇ રહ્યું છે તો સરકાર આવી કોઇ પણ ફિલ્મ પર ફરીથી વિચાર કરવા માટે કહી શકે છે.

પ્રોડ્યૂસરને નુકસાનની આશંકા

કોઇ ફિલ્મના રિલીઝ થયાના થોડો સમય થયા બાદ જો કોઇએ ફરીયાદ કરી અને સરકારે ફરી સમીક્ષા કરાવી તો બે વાત થઇ શકે છે, ફિલ્મ પર રોક લગાવી દેવામાં આવે કે પછી સીન, ગીત, સંવાદ હટાવવો પડે. એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પંડિતોનું માનીએ તો ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂટર અને પ્રોડ્યૂસર સહિત તેનાથી જોડાયેલ ઘણા લોકોને કરોડોનું નુકસાન થઇ શકે છે.
First published: July 1, 2021, 9:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading