મિલ્ખા સિંહને યાદ કરી ભાવૂક થયો ફરહાન અખ્તર, પડદા પર અદા કર્યુ 'ફ્લાઇંગ શીખ'નો રોલ

News18 Gujarati
Updated: June 19, 2021, 12:20 PM IST
મિલ્ખા સિંહને યાદ કરી ભાવૂક થયો ફરહાન અખ્તર, પડદા પર અદા કર્યુ 'ફ્લાઇંગ શીખ'નો રોલ
PHOTO-Twitter/Farhan Akhtar

ફરહાન અખ્તરે 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મમાં મિલ્ખા સિંહનું કિરદાર અદા કર્યું હતું. તેમનાં નિધન બાદ એક્ટરે ઇમોશનલ પોસ્ટ શેર કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભારતનાં મહાન દોડવીર મિલ્ખા સિંહને એક મહીના સુધી કોરોના રહ્યો જે બાદ ચંદીગઢની હોસ્પિટલમાં તેમનું નિધન થઇ ગયુ છે. તે 91 વર્ષનાં હતાં. મિલ્ખા સિંહની બાયોપિક 'ભાગ મિલ્ખા ભાગ'માં તેનો રોલ અદા કરનારો એક્ટર ફરહાન અખ્તર મિલ્ખા સિંહનાં દેહાંતથી ખુબજ દુખી છે. તેણે સોશિયલ મીડિયા પર તેમનાં નિધન મામલે શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યાં.

આ પણ વાંચો- આ એક્ટ્રેસે 14 લોકો પર લગાવ્યો યૌન શોષણનો આરોપ, ફેસબૂક પર જાહેર કરી લિસ્ટ

ફરહાને ટ્વિટ કરી હતી કે, 'ડિયરેસ્ટ મિલ્ખા જી, મારો એક હિસ્સો હજુ પણ આ માનવાની ના પાડે છે કે, હવે તમે નથી રહ્યાં. કદાજ આ જિદ્દી પક્ષ છે. જે મને આપનાંથી વારસામાં મળ્યો છે. તે પક્ષ જ્યારે પણ તેનું કોઇ વાતે મન મનાવી લે છે, તો પછી હાર નથી માનતો. આ સત્ય છે કે આપ હમેશાં જીવિત રહેશો. કારણ કે આપ એક મોટા મનનાં, પ્રેમાળ વ્યક્તિ હતાં. ઉષ્માપૂર્ણ અને ખુબજ સરળ વ્યક્તિથી કંઇક વધુ હતાં. આપે એક વિચારનું પ્રતિનિધિત્વ કર્યું. આપે એક સપનાનું પ્રતિનિધિત્વ કર્યું. કેવી રીતે સખત મહેનત અને ઇમાનદારી અને દ્રઢ સંકલ્પથી વ્યક્તિ તેનાં પગ પર ઉઠીને આકાશન અડી શકે છે.'એક્ટરરે વધુમાં લખ્યું કે, આપે અમારા સૌનાં જીવનને સ્પર્શી લીધુ છે. જે લોકો આપને એક પિતા અને મિત્રનાં રૂપમાં જાણતા હતાં તેમનાં માટે એક આશીર્વાદ હતો. હું આપને સંપૂર્ણ દિલથી પ્રેમ કરુ છું.

ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ એક્ટર સિંગર શિબાની દાંડેકરે પણ ઇન્સ્ટાગ્રામ પર મિલ્ખા સિંહની સાથે સંપૂર્ણ ફોટો શેર કરી તેમને યાદ કર્યા છે. તેમણે જણાવ્યું કે તે મિલ્ખા સિંહ અને તેમનાં પરિવારને મળી હતી. જે તેની એક શાનદાર યાદ છે. તેમનાં ઘરે ખુબ બધાં માખણની સાથે આલૂ પરાઠા ખાધા હતાં. તેમણે તેમનાં સમયનાં કિસ્સા પણ સંભળાવ્યાં હતાં.

આ પણ વાંચો-DISHA PATANIએ એનીમલ પ્રિન્ટ બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીરો, જોઇ લો એક નજર

આપને જણાવી દઇએ કે 'ભાગ મિલ્ખા ભાગ' વર્ષ 2013માં રિલીઝ થઇ હતી. તેનું નિર્દેશન ઓમ પ્રકાસ મેહરાએ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા મિલ્ખા સિંહની અજાણી કહાની પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી.
Published by: Margi Pandya
First published: June 19, 2021, 12:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading