ધર્મેન્દ્રએ લગાવી કોરોના વેક્સીન, કહ્યું- 'દેખાડો નથી, આપ સૌને પ્રેરિત કરવા માટે છે..'

News18 Gujarati
Updated: March 20, 2021, 10:08 AM IST
ધર્મેન્દ્રએ લગાવી કોરોના વેક્સીન, કહ્યું- 'દેખાડો નથી, આપ સૌને પ્રેરિત કરવા માટે છે..'
કોરોના વેક્સિન લેતા ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર (Dharmendra)એ હાલમાં ટ્વિટર પર ટ્વિટ કરીને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેતા નજર આવી રહ્યાં છે. વીડિયોમાં તે પહેલાં વેક્સીન લગાવતા નજર આવી રહ્યાં છે અને પછી નર્સની વાત ધ્યાનથી સાંભળી રહ્યાં છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (CoronaVirus) એક વખત ફરી હાવી થવા લાગ્યો છે. દેશ આખામાં સતત કેસ વધી રહ્યાં છે. જોકે આ સામે કોરોનાને માત આપવા માટે વેક્સીન આવી ગઇ છે. જોકે તેમ છતાં બે ગજની દૂરી અને માસ્ક જરૂરી છે. બોલિવૂડ (Bollywood)નાં ઘણાં સેલિબ્રિટીઝે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઇ લીધો છે. હાલમાં વેટરન એક્ટર ધરમેન્દ્ર (Dharmendra)એ કોરોના વેક્સીન લઇ લીધી છે. તેમણે સોશિયલ મીડિયા (Social Media) પર આ વાતની જાણકારી આપી છે.

ધર્મેન્દ્ર (Dharmendra)એ હાલમાં જ ટ્વિટર પર ટ્વીટ કરતાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કહે છે કે, 'લોકડાઉનને લોકડાઉન કરી રહ્યાં છો તો બે ગજની દૂરી અને માસ્ક છે જરૂરી. તેણે એમ પણ કહ્યું કે, બાળકો માટે પણ તેની જરૂર છે. અને તેમને પણ આપવું જોઇએ.'

વીડિયો શેર કરતાં ધરમેન્દ્ર લખે છે કે, 'ટ્વીટ કરતાં કરતાં.. જોશ આવી ગયો... અને હું નિકળી પડ્યો.. વેક્સીનેશન માટે... આ શો ઓફ જરાં પણ નથી... પણ આપને પ્રેરણા આપવા માટે છે... મિત્રો કૃપ્યા પોતાનું ધ્યાન રાખજો.'વીડિયોમાં આપ જોઇ શકો છો કે, ધરમેન્દ્ર નર્સની બધી વાતો ધ્યાનથી સાંભળે અને સમજ છે બાદ તે તેને આશીર્વાદ આપતા નજર આવે છે.

ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. તે ઘણી વખત તેની તસવીરો અને વીડિયો તેનાં ફેન્સની સાથે શેર કરે છે. હાલમાં જ તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રને કારણે તેમને શોલે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી.

આપને જણાવી દઇએ કે, આ રીતે ઘણાં સેલિબ્રિટીઝે વેક્સિનની પહેલો ડોઝ લઇ લીધો છે. જેમાં ધર્મેન્દ્ર ઉપરાંત અનુપમ ખેર, સૈફ અલી ખાન, રાકેશ રોશન અલકા યાગ્નિક,સતીશ શાહ, હેમા માલિની, જોની લીવર, કમલ હસન, શિલ્પા શિરોડરકર સહિતનાં ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝ છે.
Published by: Margi Pandya
First published: March 20, 2021, 10:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading