Happy Birthday Kajol: ભણવાથી બચવા માટે ફિલ્મોમાં આવી હતી કાજોલ, જાણો રસપ્રદ વાતો

News18 Gujarati
Updated: August 5, 2021, 1:04 AM IST
Happy Birthday Kajol: ભણવાથી બચવા માટે ફિલ્મોમાં આવી હતી કાજોલ, જાણો રસપ્રદ વાતો
અભિનેત્રી કાજોલની ફાઈલ તસવીર

HBD kajol special: કાજોલે બોલિવૂડમાં પોતાની કરિયરની શરુઆત વર્ષ 1992માં આવેલી ફિલ્મ બેખુદીથી કરી હતી. આ ત્યારબાદ કાજોલે બોલિવૂડમાં એકપછી એક અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મોટા પરદા ઉપર અમિટ છાપ છોડી હતી.

  • Share this:
Happy Birthday Kajol: બોલિવૂડ અભિનેત્રી કાજોલનો (bollywood Actress kajol) આજે પાંચ ઓગસ્ટે જન્મ દિવસ છે. કરિયરના પીક ઉપર લગ્ન કરનાર કાજોલ માટે ફેન્સના દિલમાં પ્રેમ ઓછો થયો ન હતો. કાજોલની ગણના આજે હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી તરીકે કરવામાં આવે છે. શાહરુખ ખાન (Shahrukh Khan) અને કાજોલની (Kajol) જોડી આજે પણ સિનેપ્રેમિઓની સૌથી પસંદીદા જોડી પૈકી એક છે. આ બંનેએ બોલિવૂડમાં એક સાથ મળીને અનેક શાનદાર ફિલ્મો (Films) આપી છે. જન્મદિવસના અવસર ઉપર આજે અમે તમને કાજોલ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો જણાવીશું.

કાજોલ બોલિવૂડના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક શોમૂ મુખર્જી અને અભિનેત્રી તનુજાની પુત્રી છે. કાજોલની નાની બહેન અભિનેત્રી તનીષા છે. તનીષા પોતાની બહેન અને માતાની તુલનાએ મોટું મુકામ હાંસલ ના કરી શકી.

કાજોલ બાળપણથી જ જિદ્દી સ્વભાવની રહી છે. તે એકવાર નક્કી કરે એને પુરું કરીને જ દમ લે છે. ત્યારે એ પોતાની વાતોથી મનાવવા માટે પોતાના પેરેન્ટ્સના નાકમાં દમ કરી દેતી હતી. આ વાતનો ખુલાસો કાજોલે ખુદ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે એમ પણ જણાવ્યું હતું કે ભણવામાંથી બચવા માટે તે ફિલ્મોમાં આવી ગઈ હતી.

આ પણ વાંચોઃ-સંજય લીલા ભંસાલીનું OTT પર થશે ડેબ્યું, ડાયરેક્ટરના ડ્રીમ પ્રોજેક્ટમાં જોવા મળશે રિચા ચડ્ડા

કાજોલે બોલિવૂડમાં પોતાની કરિયરની શરુઆત વર્ષ 1992માં આવેલી ફિલ્મ બેખુદીથી કરી હતી. આ ત્યારબાદ કાજોલે બોલિવૂડમાં એકપછી એક અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મોટા પરદા ઉપર અમિટ છાપ છોડી હતી. કાજોલે પોતાની ફિલ્મી સફરમાં બાજીગર, કરણ અર્જુન, દિવાલે દુલ્હનિયા લે જાયેંગે, ગુપ્ત, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દિલવાલે ઔર તાનાજી સહિત અનેક શાનદાર ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે.

આ પણ વાંચોઃ-Rang De Basanti : આ ભૂમિકા માટે હ્રિતિકને સમજાવવા આમિર તેના ઘરે ગયો હતો પણ..હિન્દી ફિલ્મો ઉપરાંત કાજોલે તમિલ ફિલ્મ 'Minsaara Kannavu'માં પ્રભુદેવા અને અરવિંદ સ્વામી સાથે કામ કર્યું હતું. સિનેમામાં પોતાનું યોગદાન આપવા માટે કાજોલને અનેક પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે. વર્ષ 2011માં કાજોલને પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવી હતી.

કાજોલ પોતાની ફિલ્મો ઉપરાંત અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહી છે. અભિનેતા અજય દેવગણ સાથે લાંબી પ્રેમ કહાની બાદ તેણે વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. અજય દેવગણ અને કાજોલની જોડી બોલિવૂડની શાનદાર જોડી કહેવાય છે. આ બંને કલાકારોના બાળકોમાં પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે.
Published by: ankit patel
First published: August 5, 2021, 12:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading