ગુલાબી ઠંડીમાં સૂર્ય પ્રકાશનો આનંદ માણતી અનુષ્કા શર્માના સુંદર Photos, વિરાટનું રિએક્શન જોવા જેવું


Updated: November 26, 2021, 6:47 PM IST
ગુલાબી ઠંડીમાં સૂર્ય પ્રકાશનો આનંદ માણતી અનુષ્કા શર્માના સુંદર Photos, વિરાટનું રિએક્શન જોવા જેવું
અનુષ્કા શર્માના ફોટા વાયરલ (ફોટો ક્રેડિટ - anushkasharma)

અનુષ્કા શર્માએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી હતી. જેમાં તે ગુલાબી ઠંડીમાં સૂર્ય પ્રકાશની મજા માણી રહી છે. પતિ વિરાટ કોહલીએ પણ તેની તસવીરો પર કોમેન્ટ કરી છે

  • Share this:
અત્યારે અનુષ્કા શર્મા (Anushka sharma) ફિલ્મોથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા (Social media) પર એકદમ સક્રિય છે. અનુષ્કા પોતાની દીકરીના જન્મ બાદ પરિવાર સાથે સમય વિતાવી રહી છે. ક્યારેક ક્યારેક તે કંપનીઓ માટે એડવર્ટાઇઝિંગ ફિલ્મો કરતી રહે છે. તેણે તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી હતી. જેમાં તે ગુલાબી ઠંડીમાં સૂર્ય પ્રકાશની મજા માણી રહી છે. પતિ વિરાટ કોહલીએ પણ તેની તસવીરો પર કોમેન્ટ કરી છે.

અનુષ્કા શર્માએ પોઝ આપતી વખતે બલૂન સ્લીવ્સ સાથે બ્લેક ટોપ પહેર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, સૂર્ય ચમકી રહ્યો હતો, વાતાવરણ ખુશનુમા હતું, મારે પોઝ આપવો હતો, આમાંથી કેટલાક પોસ્ટ કરવા માટે... આ ગીતના શબ્દો ભૂલી ગઈ... વિરાટ કોહલીએ અનુષ્કાની પોસ્ટ પર ઘણા હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યા છે.

અનુષ્કાની તસવીરો પર ફેન્સે ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. એક ચાહકે લખ્યું કે, આ સ્મિતને નજર ના લાગી જાય. અન્ય એક ચાહકે તેને સનશાઇન કહી હતી. અનુષ્કાની તસવીરને ફેન્સે ખૂબ પસંદ કરી છે અને વિરાટની ફોટોગ્રાફી સ્કિલના વખાણ પણ કરી રહ્યા છે.

વિરાટ અને અનુષ્કા ઘણીવાર એકબીજાની પોસ્ટ પર રોમેન્ટિક કોમેન્ટ્સ કરતા જોવા મળે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં તેણે તેના ખોળામાં બિલાડી સાથે બે તસવીરો શેર કરી હતી. જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, પ્રેક્ટિસમાં એક ફૂલ બિલ્લી સાથે ફટાફટ હેલ્લો.. આ પોસ્ટ પર અનુષ્કાએ કોમેન્ટ કરી હતી કે, હેલ્લો બિલ્લી.. વિરાટ કોહલીએ અનુષ્કા શર્માની આ કોમેન્ટ પર રમૂજી પ્રતિક્રિયા આપી છે. જેની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ છે. અનુષ્કાની આ કોમેન્ટ પર કોમેન્ટ કરતાં વિરાટે લખ્યું કે, 'launda from dilli and mumbai ki billi.”
આ મહિનાની શરૂઆતમાં અનુષ્કાએ વિરાટ માટે જન્મદિવસની પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેનો કોર પ્રામાણિકતા અને સ્ટીલની હિંમતથી બનેલો છે. હું જાણું છું કે આપણે સોશિયલ મીડિયા મારફતે એકબીજા સાથે આ રીતે વાત કરનાર નથી. પરંતુ કેટલીક વાર હું ચીસો પાડીને વિશ્વને કહેવા માંગુ છું કે, તું કેવા અદ્ભુત માણસ છો. તને ઓળખે છે તે લોકો ભાગ્યશાળી છે. બધું જ ઉજ્જવળ અને વધુ સુંદર બનાવવા બદલ આભાર. તેના જવાબમાં વિરાટે અનુષ્કાને પોતાની તાકાત ગણાવી હતી.

આ પણ વાંચોLove Story: વિરાટ એમ જ દિલ નહોતો દઈ બેઠો, જુઓ - અનુષ્કા શર્માના Hot Bikini Photos

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા છેલ્લે ઝીરોમાં શાહરુખ ખાન અને કેટરિના કૈફ સાથે જોવા મળી હતી. તે અત્યારે એન્ડોર્સમેન્ટ્સ અને તેના પ્રોડક્શન વેન્ચર્સમાં વ્યસ્ત છે. આગામી સમયમાં અનુષ્કાના બેનર ક્લીન સ્લેટ ફિલ્મઝ હેઠળ ઇરફાન ખાનના પુત્ર બાબિલ સાથેની અનિતા દત્તની કાલા તેમજ સાક્ષી તંવર અને રાયમા સેન અભિનીત નેટફ્લિક્સ સિરીઝ માઇ જોવા મળી શકે છે.
First published: November 26, 2021, 6:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading