Vastu Shastra : ભોજન લીધા પછી કર્યું આ કામ તો નારાજ થઇ જશે મા લક્ષ્મી, બનાવી દેશે કંગાળ

News18 Gujarati
Updated: September 30, 2022, 3:07 PM IST
Vastu Shastra : ભોજન લીધા પછી કર્યું આ કામ તો નારાજ થઇ જશે મા લક્ષ્મી, બનાવી દેશે કંગાળ
ભોજન વાસ્તુ શાસ્ત્ર

Vastu Tips for Money: વાસ્તુ શાસ્ત્રમાં દરેક કામને યોગ્ય રીતે કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. એ જ રીતે જમ્યા પછી એક કામ ક્યારે નહીં કરવું જોઈએ નહીંતર માતા લક્ષ્મી નારાજ થઇ જશે અને તમારે એનું પરિણામ ભોગવવું પડશે.

  • Share this:
ધર્મ ડેસ્ક: ભોજન કરવાને લઈ લોકોની ઘણા પ્રકારની આદત હોય છે. આ ભોજન કરવાનો સમય, રીત, ભોજન કરવાની જગ્યા વગેરે સાથે જોડાયેલી હોય છે. એમાંથી કેટલીક યોગ્ય હોય છે કેટલીક ખરાબ. વાસ્તુ શાસ્ત્રમાં ભોજન તૈયારથી લઇ ભોજન કરવું અને ત્યાર પછી પાલન કરવાના નિયમો સુધી અંગે જણાવવામાં આવ્યું છે. આ અનુસાર જમ્યા પછી કરવામાં આવેલી એક ભૂલ માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે. ધનની દેવી માતા લક્ષ્મીની નારાજગી વ્યક્તિને કંગાળ બનાવી શકે છે. જો તમને પણ એવી ખરાબ આદત છે તો તાત્કાલિક છોડી દો.

થાળીમાં ક્યારેય હાથ ન ધોવા


ઘણા લોકોની આદત હોય છે કે તેઓ જમ્યા પછી પ્લેટમાં હાથ ધોઈ લે છે. આવું કરવું ખોટું છે. થાળીમાં ગંદા હાથ ધોવાની આ આદત દેવી અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મીને નારાજ કરે છે. માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાની નારાજગી વ્યક્તિને ગરીબ બનાવી દાણાદાણા માટે લાચાર બનાવી શકે છે. આ હરકત ઘરમાં ગરીબી લાવે છે. તેથી આ આદતને તરત જ છોડી દો.

 આ પણ વાંચો: Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કરો આ કલરનો ઉપયોગ 

આ વાતોનું પણ ધ્યાન રાખો


જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો અને હંમેશા તેમના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો કિચન અને ભોજન સાથે જોડાયેલી કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખો.રાત્રિના સમયે રસોડામાં ગંદા વાસણો ન છોડો અને ન તો તેને ગંદા રાખો. રાત્રે રસોડાને સારી રીતે સાફ કરો.

રસોડામાં પીવાના પાણીના વાસણ પાસે દીવો પ્રગટાવો, તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

હંમેશા સ્નાન કરીને ભોજન બનાવો અને પહેલી રોટલી ગાયને ખવડાવો. સાથે જ છેલ્લી રોટલી કૂતરાને આપો.

દક્ષિણ તરફ મુખ કરીને ક્યારેય ભોજન ન કરવું. ઉત્તર કે પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરવું સૌથી શુભ છે.

ખોરાકનો ક્યારેય બગાડ ન કરો. થાળીમાં જેટલું ખાઈ શકો તેટલું લો.

ગરીબોને ભોજન આપો.
Published by: Damini Damini
First published: September 30, 2022, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading