06 May 2021: સિંહ રાશિના જાતકે યાત્રાનો મોકો જવા ન દેવો, તે ફાયદાકારક રહેશે, આજનું રાશિ ભવિષ્ય

News18 Gujarati
Updated: May 6, 2021, 12:19 AM IST
06 May 2021: સિંહ રાશિના જાતકે યાત્રાનો મોકો જવા ન દેવો, તે ફાયદાકારક રહેશે, આજનું રાશિ ભવિષ્ય
આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
મેષ રાશિફળ - માતા-પિતાની મદદથી તમે આર્થિક તંગીમાંથી બહાર આવવામાં સફળતા મળશે. જીવનસાથી સાથેના સંબંધમાં તણાવ દૂર કરવા શાનદાર દિવસ છે. આજે સારો સમય છે જે તમારા માટે સફળતા અને ખુશીઓ લઈ આવશે. ભાગીદારી વાળા વ્યવસાયથી આજે દૂર રહેવું. મોજ-મસ્તી અને હરવા-ફરવાનું સંતોષજનક રહેશે. વકીલ પાસે જઈ કાયદાકીય સલાહ લેવા માટે સારો દિવસ છે. આજનો દિવસ લગ્નજીવન માટે ભરપૂર આનંદ ભર્યો રહેશે.

વૃષભ રાશિફળ - આજે તમે પૈસા સરળતાથી ભેગા કરી શકશો. લોકોને આપેલું ઉધાર પાછુ મળી શકે છે. અથવા નવી કોઈ યોજનામાંથી ધન પ્રાપ્ત થઈ શકે છે. આજનો દિવસ લાભદાયક છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી, અકસ્માત થવાની સંભાવના છે. શાનદાર કામકાજના ચાલતા તમારા વખાણ થઇ શકે છે. પારિવારિક વિવાદના કારણે આજે લગ્નજીવન પ્રભાવિત થઈ શકે છે.

મિથુન રાશિફળ - તળેલી વસ્તુ ખાવાથી દુર રહેવું. આર્થિક પરેશાનીના કારણે તમે ટીકાનો ભોગ બની શકો છો. જોકે, પરિવાર સાથેનો તણાવ દૂર કરવા માટે આજે સારો દિવસ છે. તમારા ગુસ્સા પર કાબુ રાખવો. કોઈપણ નિર્ણય લેતા પહેલા બીજા લોકોની જરૂરિયાતને પણ સમજવાની કોશિશ કરવી. રસ્તા પર ગાડી ચલાવવામાં સાવધાની રાખવી.

કર્ક રાશિફળ - વધારે પડતો ગુસ્સો કે ખીજાઈ જવું તમારી તબીયત પર અસર કરી શકે છે. જુની વાતોને ભૂલી જઈ આરામ કરવાની કોશિસ કરો. કોઈ સારી યોજના તમારી ધ્યાન આકર્ષિત કરી શકે છે. પરંતુ, અનુભવીની સલાહ લીધા બાદ રોકાણ કરવું નહીં તો નુકશાન થઈ શકે છે. ઘરેલુ કામકાજ અને રૂપિયા પૈસાના તણાવના કારણે આજે તમારા લગ્નજીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જોકે, નવી યોજનાઓ આકર્ષક હશે. સારી આવકનો સ્ત્રોત સાબિત થશે.

સિંહ રાશિફળ - અચાનક ખર્ચ વધતા તમારી માનસિક શાંતી ભંગ થઈ શકે છે. યાત્રાનો મોકો હાથથી જવા ન દેવો. યાત્રા તમારા માટે ફાયદાકારક રહી શકે છે. મિત્રો અને પરિવારનો સહયોગ મળતા દિવસ રોમાંચક રહેશે. જો તમે બધાની માંગણી પૂરી કરવાની કોશિશ કરશો તો તમને નિષ્ફળતા હાથ લાગશે. જો થોડી કોશિશ કરવામાં આવે તો જીવનસાથી સાથે આજે પોતાની જિંદગીના સૌથી રોમાની દિવસો પૈકી એક હોઈ શકે છે.

કન્યા રાશિફળ - તમારી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી રહેશે, કોઈ બીમારીમાં જકડાઈ શકો છો. જો આજે કોઈને સલાહ આપો છો તો પોતે સલાહ લેવા માટે તૈયાર રહો. લોકોને મળવાથી તમને નવી યોજનાઓ અને આઈડિયાઓ મળશે. તમારું લગ્નજીવન એક ક્યારે સમાપ્ત ન થનારા પ્રેમની સુંદર ક્ષણોની સાથે સુંદર બદલાવ લાવશે.તુલા રાશિફળ - આજે શ્વાસની તકલીફમાં વધારો થાય તેવી સંભાવના છે. આજે તમને જે આર્થિક લાભ મળવાનો હતો તે ટળી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ સારા સમાચાર મળતા દિવસ શાનદાર રહી શકે છે. ઓફિસમાં તમને કઈંક એવું કામ મળી શકે છએ, જે તમે હંમેશા કરવા માંગો છો. તમારા જબરદસ્ત આત્મવિશ્વાસનો ફાયદો ઉઠાવો, બહાર નીકલો અને કેટલાક નવા સંપર્ક અને દોસ્ત બનાવો.

વૃશ્ચિક રાશિફળ - જો તમે આવકમાં વધારો ઈચ્છતા હોવ તો સુરક્ષિત આર્થિક યોજનામાં રોકાણ કરવું. આજે કામનું દબાણ ઓછુ રહેશે, અને પરિવાર સાથે સમય વિચાવવાની મજા લઈ શકશો. પ્રેમની દ્રસ્ટીએ આજનો દિવસ ખાસ રહેશે. તમને ખુશીઓથી ભરપુર લગ્નજીવનનો અહેસાસ થશે. મિત્રો સાથે તમે શાનદાર સમય વિતાવી શકશો.

ધન રાશિફળ - આજે જ્યાં સુધી તમને કોઈ સામેથી ના પુછે ત્યાં સુધી કોઈને સલાહ ન આપવી. તમારી સલાહ તમારો દિવસ ખરાબ કરી શકે છે. જેથી પોતાની જાત પર નિયંત્રણ રાખશો તો તમારો દિવસ શાનદાર રહેશે. ભાગીદારીવાળા વ્યવસાયો અને ચાલાકીભરેલી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. બેકારનો વાદ-વિવાદ પરિવારમાં તણાવનો માહોલ પેદા કરી શકે છે. આજે તમારા સાથી તમારી પાસે ગિફ્ટની આશા રાખી શકે છે.

મકર રાશિફળ - આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે બીજા લોકોનું માનીને રોકાણ કરશો તો આર્થિક નુકશાન લગભગ નક્કી છે. આજે તમને નવા સ્ત્રોતથી ધન પ્રાપ્ત થઈ શકે છે. જે મામલે તમે વિચાર્યું પણ નહીં હોય. આજે તમારૂ દિમાગ તેજ રહેશે. સંબંધીઓ તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે. સાવધાન રહેવું નહીં તો ઠગાઈ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી ઉન્નતી કેટલીક મુશ્કેલીના કારણે અટકી શકે છે, બસ ધૈર્યથી કામ લેવું.

કુંભ રાશિફળ - અચાનક નવા સ્ત્રોતથી ધન મળતા તમારો દિવસ ખુશનુમા બની શકે છે. આજે તમે લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરી શકો છો. સંબંધીઓના કારણે પણ તણાવ રહી શકે છે. આજે ઉતાવળમાં કોઈ નિર્ણયો ન કરવા. ભવિષ્ય માટે નવી યોજનાઓના દ્વાર ખુલી શકે છે. વાહન ચલાવતા સાવધાની રાખવાની જરૂર છે. તમારી કાર્યકુશળતા વધારવા નવી ટેક્નોલોજીનો સહારો ફાયદાકારક સાબિત થશે.

મીન રાશિફળ - આજે તમને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે. આજે સારા પૈસા બનાવી શકો છો, પરંતુ તે હાથમાંથી સરકી ન જાય તેનું ધ્યાન રાખવું. આજે તમારો તણાવ મિત્રો સાથે રહેવાથી દુર થશે. વ્યવસાયીક કામમાં ભાગીદારનો સારો સાથ સહકાર મળી રહે. આજે ભવિષ્ય માટે કોઈ યોજના બનાવવા માટે સારો દિવસ છે. વ્યવસાયીકો માટે કરિયરમાં નવા દરવાજા ખુલી શકે છે. તમારે ક્ષેત્રમાં તમને શાનદાર સફળતા મળી શકે છે.
Published by: kiran mehta
First published: May 5, 2021, 11:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading