‘Shakti Peeth Yatra’: આસામના કામાખ્યામાં ભગવતી સતીની યોનિ પડી 'ને ‘કામાખ્યા’ શક્તિ પ્રગટી, આજે પણ રક્તસ્ત્રાવ થાય છે!

Vivek Chudasma | News18 Gujarati
Updated: October 2, 2022, 6:00 AM IST
‘Shakti Peeth Yatra’: આસામના કામાખ્યામાં ભગવતી સતીની યોનિ પડી 'ને ‘કામાખ્યા’ શક્તિ પ્રગટી, આજે પણ રક્તસ્ત્રાવ થાય છે!
હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર અને આસામમાં આવેલી વિવિધ શક્તિપીઠ.

‘Shakti Peeth Yatra’: ગયા આર્ટિકલ્સમાં આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની 31 જેટલી શક્તિપીઠના દર્શન કર્યા હતા. હવે આ આર્ટિકલમાં આસામ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની વિવિધ શક્તિપીઠના દર્શન કરીશું.

  • Share this:
02અમદાવાદઃ ‘શક્તિપીઠ યાત્રા’માં અત્યાર સુધીમાં આપણે કુલ 31 શક્તિપીઠના દર્શન કર્યા. આ આર્ટિકલમાં આપણે જઈશું ચાર અલગ-અલગ રાજ્યોમાં. આસામ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં આવેલી શક્તિપીઠના દર્શન કરીશું. ચાલો જઈએ...

32. શર્કરરે શક્તિપીઠ


sharkarare
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં આવેલી શર્કરરે શક્તિપીઠ.


હિમાચલ પ્રદેશમાં બિલાસપુરમાં આવેલી પહેલી શક્તિપીઠ એટલે ‘શર્કરરે શક્તિપીઠ’. ભગવતી સતીની આંખો આ જગ્યાએ પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘મહિષ મર્દિની’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત શક્તિપીઠ મંદિર ‘નૈનાદેવી’ તરીકે જાણીતું છે. ભગવાન શિવ અહીં ‘ક્રોધિશ’ ભૈરવના રૂપમાં શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ સતી માતાની ‘આંગળી’ઓ પડી અને ત્યાંથી 184 કિલોમીટર દૂર ‘વાળ’ પડ્યાં

33. જ્વાલાજી શક્તિપીઠ

jawalaji
હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલી જ્વાલાજી શક્તિપીઠ.


હવે વાત તેત્રીસમી શક્તિપીઠ ‘જ્વાલાજી શક્તિપીઠ’ની. હિમાચલ પ્રદેશના કાંગડામાં આ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીની જીભ પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘સિધિદા’ અથવા ‘અંબિકા’ નામથી ઓળખવામાં આવે છે. ભગવાન શિવ અહીં ‘ઉન્મત્ત’ ભૈરવ તરીકે આ શક્તિપીઠનું રક્ષણ કરે છે. આ શક્તિપીઠનું સ્થાન ‘જાગ્રત શક્તિપીઠ’માં છે.

આ પણ વાંચોઃ સતીનું ‘નાક’ પડ્યું, ત્યાંથી 395 કિમી દૂર જાંઘ પડી

34. કામાખ્યા શક્તિપીઠ


kamakhya shakti
આસામના ગુવાહાટીમાં નીલાંચલ પર્વત પર આવેલી કામાખ્યા શક્તિપીઠ.


હવે વાત કરીશું બહુ ચર્ચિત એવી ‘કામાખ્યા શક્તિપીઠ’ વિશે. આ શક્તિપીઠ આસામના ગુવાહાટીમાં આવેલા નીલાંચલ પર્વત પર આવેલી છે. અહીં ભગવતી સતીની ‘યોનિ’ પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘કામાખ્યા’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ અહીં ‘ઉમાનંદ’ ભૈરવ સ્વરૂપે શક્તિપીઠની રક્ષા કરે છે. આ શક્તિપીઠને મુખ્યત્વે સાધના અને તંત્ર-મંત્ર સાથે જોડાયેલી ક્રિયાઓ માટે સિદ્ધ માનવામાં આવે છે. તેટલું જ નહીં, એવી પણ માન્યતા છે કે, અહીં કામાખ્યા દેવીને વર્ષના જૂન મહિનામાં માસિકસ્ત્રાવ થાય છે અને તે પાંચ દિવસ ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવે છે. આ સિદ્ધ શક્તિપીઠ ‘જાગ્રત શક્તિપીઠ’માં સ્થાન ધરાવે છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના પૂર્વમાં સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો

35. ત્રિપુર સુંદરી શક્તિપીઠ


tripur sundari
ત્રિપુરાના ઉદરપુરના માતાબાઢીમાં આવેલી ત્રિપુર સુંદરી શક્તિપીઠ.


પાંત્રીસમી શક્તિપીઠ ‘ત્રિપુર સુંદરી શક્તિપીઠ’ ત્રિપુરાના ઉદયપુરના માતાબાઢીમાં આવેલી છે. અહીં ભગવતી સતીનો જમણો પગ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘ત્રિપુર સુંદરી’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘ત્રિપુરેશ’ ભૈરવના રૂપમાં શક્તિપીઠનું રક્ષણ કરે છે.

આ પણ વાંચોઃ જાણો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં ક્યાં-ક્યાં ‘શક્તિપીઠ’ રચાઈ

36. અમરનાથ શક્તિપીઠ


amarnath
જમ્મુ કાશ્મીરના પહલગાંવમાં આવેલી અમરનાથ શક્તિપીઠ.


હવે વાત કરીએ છત્રીસમી શક્તિપીઠની. ‘અમરનાથ શક્તિપીઠ’ જમ્મુ-કાશ્મીરના પહલગાંવમાં આવેલી છે. અહીં ભગવતી સતીનું ગળું પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘મહામાયા’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન શિવ અહીં ‘ત્રિસંધ્યેશ્વર’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.
Published by: Vivek Chudasma
First published: October 2, 2022, 6:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading