Navratri 2022: મા કાત્યાયનીની પૂજા વિધિ, ભોગ, પ્રિય ફૂલ અને મંત્ર

News18 Gujarati
Updated: October 1, 2022, 9:00 AM IST
Navratri 2022: મા કાત્યાયનીની પૂજા વિધિ, ભોગ, પ્રિય ફૂલ અને મંત્ર
મા કાત્યાયનીની પૂજા વિધિ

Navratri Day 6: આજે શારદીય નવરાત્રીનો છઠો દિવસ છે. આ દિવસે મા દુર્ગાનાં છઠા સ્વરૂપ મા કાત્યાયનીની પૂજા કરવા અને વ્રત રાખવાનો દિવસ છે. મા કાત્યાયની સફળતા અને યશની પ્રતીક છે. આવો જાણીયે મા કાત્યાયનીની પૂજા વિધિ, મંત્ર, પ્રિય ફૂલ, ભોગ અને આરતી વિશે.

  • Share this:
6th Day Of Navratri Maa Katyayani Puja Vidhi: આજે શારદીય નવરાત્રીનો છઠો દિવસ છે. પંચાંગ અનુસાર, આજે આસો મહિનાનાં શુક્લ પક્ષની છઠની તિથિ છે. આ દિવસે મા દુર્ગાનાં છઠા સ્વરૂપ એટલે કે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. મા કાત્યાયની સફળતા અને યશનું પ્રતીક છે. તે સિંહ પર સવાર થનારી દેવી છે.

જેમને ચતુર્ભુજ છે. તેમની બે ભુજાઓમાં કમળ અને તલવાર છે. એક ભુજા વર મદ્રા અને બીજી ભુજા અભય મુદ્રામાં રહે છે. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય પુરીનાં જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર જણાવે છે કે, મા કાત્યાયની કાત્યાયન ઋષિની પુત્રીનાં રૂપમાં પ્રગ્ટ થયા હતાં. ઋષિ મુનિયોને અસુરોનાં અત્યાચારથી મુક્તિ અપાવવા માટે મા દુર્ગાએ તેમનું કાત્યાયની સ્વરૂપ ધારણ કર્યું હતું. આવો જાણીયે મા કાત્યાયનીની પૂજા વિધિ મંત્ર અને પ્રિય ફૂલ અંગે

મા કાત્યાયનીનો પૂજા મંત્ર

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद् देवी दानवघातिनी॥

માતા કાત્યાયનીનો બીજ મંત્રમા દેવી કાત્યાયન્યૈ નમ:

મા કાત્યાયનીને પ્રિય ફૂલ અને રંગ
માતાને લાલ રંગ અતિપ્રિય છે. આ કારણે તેમને પૂજામાં લાલ રંગનાં ગુલાબ કે અન્ય ફૂલ અર્પિત કરવામાં આવે છે. તેનાંથી માતા કાત્યાયની પ્રસન્ન રહે છે અને તેમની કૃપા આપણી ઉપર રહે છે

મા કાત્યાયનીને પ્રિય ભોગ
માતાને મધ ખૂબ જ પસંદ છે. તેથી તેમની પૂજામાં મધનો ભોગ અવશ્ય ચઢાવવામાં આવે છે. એવું કરવાથી જાતકનું વ્યક્તિત્વ સુધરે છે.



મા કાત્યાયનીની પૂજાનું મહત્વ
1. જો તમે કોઈ જટિલ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો અને તેમાં સફળતા ઈચ્છતા હોવ તો તમારે મા કાત્યાયનીની પૂજા કરવી જોઈએ.

2. મા કાત્યાયનીની પૂજા કરવાથી સફળતા મળે છે. વ્યક્તિ તેના કર્મોથી જ દુનિયામાં ખ્યાતિ મેળવે છે.

3. શત્રુઓ પર વિજય મેળવવા માટે પણ મા કાત્યાયનીની પૂજા કરો. તે પોતે નકારાત્મક શક્તિઓનો નાશ કરનારી દેવી છે.

મા કાત્યાયનીની પૂજા વિધિ-
આજે વહેલી સવારે સ્નાન કરીને મા કાત્યાયનીનું વ્રત અને પૂજા કરવાનું વ્રત લો. તે પછી મા કાત્યાયનીનું સ્મરણ કરો અને ગંગાજળનો અભિષેક કરો. ત્યારબાદ તેમને વસ્ત્ર, લાલ ગુલાબનું ફૂલ અથવા લાલ ફૂલ, અખંડ, ધૂપ, દીપ, ગંધ, નૈવેદ્ય વગેરે અર્પણ કરો. આ દરમિયાન તેમના મંત્રોનો જાપ કરો. પછી તેમને મધ ચઢાવો. આ પછી દુર્ગા ચાલીસા, માતા કાત્યાયનીની કથા વગેરેનો પાઠ કરો. ત્યારબાદ ઘીનો દીવો કરીને મા કાત્યાયનીની આરતી કરો.
Published by: Margi Pandya
First published: October 1, 2022, 8:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading