નવરાત્રી 2022: અષ્ટમીના દિવસે ભૂલથી પણ ન કરશો આ 8 કામ, નહીં તો પસ્તાવાનો વારો આવશે


Updated: October 3, 2022, 1:05 PM IST
નવરાત્રી 2022: અષ્ટમીના દિવસે ભૂલથી પણ ન કરશો આ 8 કામ, નહીં તો પસ્તાવાનો વારો આવશે
આજે દુર્ગાષ્ટમી

Navaratri 2022: હિંદુ ધર્મમાં નવરાત્રિની અષ્ટમી તિથિનું ખૂબ જ મહત્વ છે, તેથી તેને મહા અષ્ટમી કે દુર્ગાષ્ટમી પણ કહેવામાં આવે છે. આ દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

  • Share this:
અમદાવાદ: નવલા નોરતાની (Navaratri 2022) ભક્તો અને ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. આજે 3 ઓક્ટોબર, સોમવારે શારદીય નવરાત્રીની અષ્ટમી (Navaratri Ashtami)ની ઉજવણી કરવામાં આવી રહી છે. હિંદુ ધર્મમાં નવરાત્રિની અષ્ટમી તિથિનું ખૂબ જ મહત્વ છે, તેથી તેને મહા અષ્ટમી (Maha Ashtami) પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત તેને દુર્ગાષ્ટમી (Durgashtami) પણ કહેવામાં આવે છે. આજથી દુર્ગાપૂજાનો પીક ટાઇમ શરૂ થાય છે. અષ્ટમીના દિવસે દરેક ઘરમાં હવન અને કન્યા પૂજન કરવામાં આવે છે. આજે નવરાત્રીના આઠમના દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી.

મહાષ્ટમીના દિવસે ધ્યાનમાં રાખો આ વાતો

- નવરાત્રી અષ્ટમીના દિવસે વહેલી સવારે સ્નાન કરી માતા રાનીનો પાઠ કરવો. વ્રત ન રાખ્યું હોય તો પણ ઝડપથી સ્નાન કરી પૂજા કરો. મોડા સુધી ઊંઘવાની કે નહાવાની ભૂલ ન કરવી.

- અષ્ટમી પર વાદળી કે કાળા કપડા ન પહેરવા. તેના બદલે પીળા અથવા લાલ કપડાં પહેરો.

- અષ્ટમીના દિવસે કરો હવન-પૂજન, નહીં તો નવરાત્રી દરમિયાન કરવામાં આવતી પૂજાનું ફળ અધુરું રહેશે. હવન દરમિયાન ધ્યાન રાખો કે હવન સામગ્રી કુંડની બહાર ન પડે. તેનું ખાસ ધ્યાન રાખો.

- પૂજા બાદ દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ પૂર્ણ ભક્તિભાવથી કરો. આ સમય દરમિયાન કોઈની સાથે વાત ન કરો.- જે લોકોએ ઘરમાં ઘટસ્થાપન કર્યું હોય કે 9 દિવસ સુધી વ્રત કર્યું હોય તેમણે આજે કન્યાની પૂજા જરૂર કરવી જોઈએ. 2થી 10 વર્ષની કન્યાઓને ભોજન કરાવો અને તેમને મળીને તેમના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો. તેનાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે. કોઈ પણ છોકરીને ભૂલથી પણ હેરાન ન કરો.

આ પણ વાંચો: શારદીય નવરાત્રીમાં કરી લો લવિંગના આ સરળ ઉપાય, તાત્કાલિક મળશે લાભ

- જે લોકો 9 દિવસનું નવરાત્રિનું વ્રત રાખે છે, તેમણે અષ્ટમીના દિવસે હવન-પૂજનની પૂજા કરવી જોઈએ, પરંતુ નવમીનું વ્રત વિધિવિધાનથી જ કરવું જોઈએ. નવમીના દિવસે દૂધીનું સેવન ન કરો. જો ગુરુવારે નવમી આવતી હોય તો આ દિવસે કેળા અને ધુનું સેવન ન કરવું જોઈએ.

- સુખ-સમૃદ્ધિ મેળવવા માટે અષ્ટમીના દિવસે તુલસી કોટ પાસે 9 દિવડા સળગાવીને તેની પરિક્રમા કરો.
Published by: Mayur Solanki
First published: October 3, 2022, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading