આજનું પંચાંગ: સાતમું નોરતું, ગજ કેસરી યોગ; વિશેષ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ

News18 Gujarati
Updated: October 2, 2022, 9:56 AM IST
આજનું પંચાંગ: સાતમું નોરતું, ગજ કેસરી યોગ; વિશેષ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ
આજે 2 ઓક્ટોબર 2022નું પંચાંગ

Aaj Nu Panchang: આજે 2જી ઓક્ટોબર છે. 7મુ નોરતું અને દુર્ગા પૂજાનો પ્રારંભ થયો છે. આજના દિવસે ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ વિશેષ સૂચવે છે. નવા આયોજન માટે દિવસ શુભ છે. સૂર્ય નારાયણની ભક્તિ તથા શક્તિ ઉપાશના માટે ઉત્તમ દિવસ છે. જાણો આજનું પંચાંગ .

  • Share this:
આજે 02 ઓક્ટોબર અને રવિવારનો દિવસ છે. આજે આશ્વિન માસના આસો સુદ સાતમની તિથિ છે. આજે શારદીય નવરાત્રીનો સાતમો દિવસ છે, જેને મહાસપ્તમી પણ કહે છે. આ દિવસે દુર્ગાના કાલી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. જેમનાથી કાલ પણ ગભરાય છે. એમના વાળ ખુલ્લા હોય છે અને રંગ કાળો હોય છે. આ યુદ્ધની દેવી છે. મા કાળીની પૂજા કરવા વાળા કોઈ પ્રકારના ભયથી ડરતા નથી. મા કાલીને લાલ રંગના ફૂલ વિશેષકારીને જાસુદ પ્રિય છે.

આજે રવિવારના દિવસે સ્નાન કર્યા પછી સૌ પ્રથમ તમારે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. રવિવારના પ્રતિનિધિ દેવતા ભગવાન ભાસ્કર એટલે કે સૂર્ય ભગવાન છે. તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં લાલ ચંદન, અખંડ, લાલ ફૂલ ચઢાવવા જોઈએ અને આમાંથી કોઈપણ એક મંત્રનો જાપ કરવો જોઈએ. જો સૂર્ય ભગવાન આનાથી પ્રસન્ન થાય છે, તો કુંડળીમાં તેમની સ્થિતિ પણ મજબૂત બને છે. તે કામમાં સફળતા, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા લાવે છે. સૂર્યની હાજરીને કારણે પિતા સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહે છે.

આ પણ વાંચો: ‘Shakti Peeth Yatra’: આસામના કામાખ્યામાં ભગવતી સતીની યોનિ પડી 'ને ‘કામાખ્યા’ શક્તિ પ્રગટી, આજે પણ રક્તસ્ત્રાવ થાય છે!

 02 ઓક્ટોબર રવિવાર- પંચાંગતા. 2-10-2022, રવિવારતિથિ – આસો (આશ્વિન) સુદ સાતમ, સંવત 2078
આજે સાતમું નોરતું
આજે કાલરાત્રિ દેવીનું પૂજન કરવું.
સૂર્યોદય – 6.32
સૂર્યાસ્ત – સાંજે 6.24
રાશિ – ધન (ભ, ધ, ઢ, ફ)
નક્ષત્ર – મૂળ
યોગ – સૌભાગ્ય સાંજે 5.14 સુધી. પછી શોભન
કરણ – ગર
ચંદ્રોદય – 12:41
ચંદ્રાસ્ત – રાત્રે 10:53
બ્રહ્મ મુહૂર્ત – 11:46થી 12:34 સુધી
ગુલીક – 3.27 થી 4.57
યમઘંટક – બપોરે 1.21થી થી 2.09
રાહુકાલ – બપોરે 4.30થી 18.00
Published by: Damini Damini
First published: October 2, 2022, 9:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading