Aaj Nu Panchang: આજે 'છઠ્ઠું નોરતું', જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

News18 Gujarati
Updated: October 1, 2022, 7:30 AM IST
Aaj Nu Panchang: આજે 'છઠ્ઠું નોરતું', જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ
કેવો રહેશે આજનો દિવસ વાંચો આજનાં શુભ ચોઘડિયા

Navratri 2022: આજે શારદીય નવરાત્રીનો છઠો દિવસ છે. શુભ મુહૂર્તની વાત કરીએ તો,શુભ ચોઘડીયા – સવારે 8.00થી 9.30, બપોરે 12.29થી સાંજે 4.57 છે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્ક: આજે 1 ઓક્ટોબર એટલે કે આસો સુદ છઠ છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થશે. નીચે જણાવેલ મંત્ર અર્ગલાસ્તોત્રનો છે. આ મંત્રનો જાપ કરવાથી તમારું આત્મબળ બળવાન બનશે અને અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી સારધાર બહાર નીકળવાનો માર્ગ માતાજી સૂઝાડશે. દાક્તરી ઉપચારની સાથે સાથે આધ્યાત્મિક બળ મેળવવાથી આપણી આત્મીક શક્તિમાં ઉમેરો થાય છે.

देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखम् ।
रुपं देहि जयं देहि यशो देहि द्विषो जहि ।।

તા. 1-10-2022, શનિવાર
તિથિ – આસો (આશ્વિન) સુદ છઠ, સંવત 2078
આજે છઠ્ઠું નોરતુંઆજે કાલરાત્રિ દેવીનું પૂજન કરવું.
સૂર્યોદય – 6.31
સૂર્યાસ્ત – સાંજે 6.27
રાશિ – વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર – જ્યેષ્ઠા
યોગ – આયુષ્માન, સાંજે 7.58થી સૌભાગ્ય
કરણ – કૌલવ, સવારે 9.43થી તૈતિલ
ચંદ્રોદય – સવારે 11.27
ચંદ્રાસ્ત – રાત્રે 10.42
બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.52 થી 5.40 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
અમત ઘટી – સવારે 8.31થી 10.07
ગોધૂલી – સાંજે 6.15થી 6.39
ગુલીક – સવારે 6.31થી 8.00, રાત્રે 12.27થી 1.57
યમઘંટક – બપોરે 2.35થી 3.19
રાહુકાલ – સવારે 9.29થી 10.58
વિજય મુહૂર્ત – બપોરે 12.00થી 12.47


દિન વિશેષ –
• શુક્ર પૂર્વાસ્ત
• શુભ ચોઘડીયા – સવારે 8.00થી 9.30, બપોરે 12.29થી સાંજે 4.57
Published by: Margi Pandya
First published: October 1, 2022, 7:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading