પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો

News18 Gujarati
Updated: July 26, 2021, 12:34 AM IST
પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો
પુત્રની હત્યા કરનાર બાપ ઝડપાયો

Extramarital affair: પુત્રવધૂ સાથે આડા સંબંધ ધરાવતા પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી હતી. પુત્રવધૂના પ્રેમમાં આંધળો બનેલા બાપે પુત્રની લાશને ઠેકાણે પાડી દીધી હતી.

  • Share this:
અમરજીત શર્મા, દાનાપુરઃ બિહારની (Bihar) રાજધાની પટનાના (Patana) પાલીગંજમાં એક ચકચારી ઘટના બની હતી. અહીં પુત્રવધૂ સાથે આડા સંબંધ ધરાવતા પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી (father killed son) હતી. પુત્રવધૂના પ્રેમમાં આંધળો બનેલા બાપે પુત્રની (father affair with daughter in law) લાશને ઠેકાણે પાડી દીધી હતી. પોલીસમાં પુત્રની હત્યાની ફરિયાદ પણ કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં હેવાન બાપની શરમજનક કરતૂત સામે આવી હતી. પોલીસે દૌલત બિગહા પોલીસ સ્ટેશનના કોડરા નિવાસી મિથિલેશ રવિદાસે તેના પુત્રની હત્યા કર્યાનો આરોપમાં ધરપકડ કરી હતી. અને જેલ ભેગો કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પાલીગંજ પોલીસ ઇન્સ્પેક્ટર અને ટ્રેની ડીએસપી રાજીવ સિંહે આ મામલે ખુલાસો કરતા જણાવ્યું કે આરોપી મિથિલેશનો 22 વર્ષનો પુત્ર ગુજરાતમાં રહીને નોકરી કરતો હતો. આ દરમિયાન આરોપીને પોતાની વહૂ સાથે પ્રેમ થઈ ગયો હતો. ઘરથી સેંકડો કિલોમિટર દૂર નોંકરી કરનાર પુત્રને આની ભનક લાગી ગઈ હતી.

સચિને આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે ગત 7 જુલાઈએ પોતાના ઘરે આવ્યો હતો. પરંતુ 2 દિવસ સ્થાનિક લોકોની સુચનાના આધારે પોલીસે ગામની બઘારથી તેની લાશ મળી હતી. સચિનના પિતા મિથિલેશ રવિદાસે ગામના જ પાંચ લોકો સામે 12 જુલાઈએ પુત્રની હત્યાની નામજોગ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-બંદૂક સાથે સેલ્ફી લઈ રહેલી નવ વિવાહિતા, અચાકન ગોળી છૂટતાં થયું દુલ્હનનું મોત

ગામમાં યુવકની હત્યાથી સનસની ફેલાયેલી જોઈને પોલીસે ગંભીરતાથી આ મામલાની તપાસ શરુ કરી હતી. દરમિયાન પોલીસે મિથિલેશ અને સચિનની પત્ની વચ્ચેના આડા સંબંધો અંગેની જાણકારી મળી હતી. ઉંડાણ પુર્વક તપાસ કરતા સમગ્ર મામલે ખુલાસો થયો હતો.આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ

આ પણ વાંચોઃ-OMG: ડોક્ટર મગજની સર્જરી કરી રહ્યા હતા, દર્દી બોલતી હતી હનુમાન ચાલિસા, જુઓ Video

ટ્રેની ડીએસપી રાજીવ સિંહના જણાવ્યા પ્રમાણે મૃતક સચિન જ્યારે ઘરે પરત આવ્યો હતો. ત્યારે પિતા સાથે તેનો ઝઘડો થયો હતો. સચિને પોતાની પત્ની સાથે આડા સંબંધ રાખનાર પિતાનો વિરોધ કર્યો હતો. જેને લઈને આરોપી મિથિલેશે તેની હત્યા કરી દીધી હતી. આરોપી પિતાએ પુત્રનું ગળું દબાવીને મારી નાંખ્યો અને પોલીસથી બચવા માટે લાશને ફેંકી દીધી હતી.

પોલીસને ચકમો આપવા માટે આરોપીએ પુત્રની હત્યા કર્યા બાદ તેની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તપાસ દરમિયાન બાપની હેવાનીયતને પોલીસે ખુલ્લી પાડી હતી. ડીસીપીએ જણાવ્યું કે આરોપી મિથિલેશની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો. જોકે, આ ઘટનાની આજુબાજુના વિસ્તારમાં ખુબ જ ચર્ચા છે.
Published by: ankit patel
First published: July 26, 2021, 12:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading