GPSSB Recruitment 2022: GPSSBની 373 જગ્યા પર ભરતી, અરજી કરવાની અંતિમ તક
News18 Gujarati Updated: January 28, 2022, 7:37 AM IST
GPSSB Recruitment 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 અધિકારીની ભરતી
GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આજે આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તક છે.
GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. (Gujarat panchayat Service selection Board Recruitment 2022). ગુજરાત પંચાયત સેવા મંડળી વેબસાઇટ પર આ જાહેરાત મૂકવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં વિસ્તર અધિકારી (Extension officer Agriculture) ડિવિઝનલ એકાઉન્ટન્ટ (Divisional Accountant) સ્ટાફ નર્સ (Staff Nurse) અને ડેપ્યૂટી એકાઉન્ટન્ટ (Deputy Accountant)ની કુપલ 373 જગ્યા ભરવામાં આવશે. આ તમામ જગ્યા માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 27-1-20222 રાખવામાં આવી છે. આજે આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકશે.
GPSSB Recruitment 2022 જગ્યા: આ ભરતી પ્રક્રિયા સ્ટાફ નર્સ 153, વિભાગીય હિસાબનીસની 14, વિસ્તરણ અધિકારી ખેતીની 15 અને નાયબ હિસાબનીશની 191 જગ્યાઓ ખાલી છે. આમ કુલ 373 જગ્યાઓ પર ભરતી યોજાવાની છે. આ ભરતી પ્રક્રિયામાં આવેલી તમામ જગ્યાઓ સામાન્ય અને અનામત તેમજ આર્થિક અનામત સાથે લાગુ પડશે.
GPSSB Recruitment 2022 શૈક્ષણિક લાયકાતGPSSB Recruitment 2022 સ્ટાફ નર્સ : આ નોકરી માટે ઉમેદવારને મહત્તમ ઉંમર 41 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારે બીએસએસી નર્સિંગ ડિપ્લોમાં નર્સિંગ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યુ હોવું જોઈએ. ઉમેદવારની ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી થઈ હોવી જોઈએ
GPSSB Recruitment 2022 પગાર : આ ભરતીમાં ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને માસિક ફિક્સ પગાર મળશે. પગારનું ધોરણ 31,340 રૂપિયા રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Vidhya Sahayak Bharti 2022: 3300 વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત બહાર પડી, આવી રીતે કરો અરજીGPSSB Recruitment 2022 વિભાગીય હિસાબનીશ : આ ભરતી માટે ઉમેદવારએ એમબીએ, એસીએ, એમકોમ, એમએસી મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ, અથવા ઈકનોમિક્સ બેચલર્સ ડિગ્રી સેકન્ડ ક્લાસ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યુ હોવું જોઈએ. ઉમેદવારની ઉંમર 38 વર્ષથી વઘુ ન હોવી જોઈએ.
GPSSB Recruitment 2022 પગાર ધોરણ : આ ભરતીમાં ઉંમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી કરાર આધારિત પગાર મળશે. ઉમેદવારનો પગાર 38,090 રૂપિયા પ્રતિ માસ રહેશે.
GPSSB Recruitment 2022 વિસ્તરણ અધિકારી ખેતી : આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારે બેચલર્સ ડિગ્રી અગ્રિકલ્ચર, હોર્ટિ કલ્ચર વિષય સાથે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કર્યુ હોવું જોઈએ.
GPSSB Recruitment 2022 પગાર ધોરણ : આ ભરતીમાં ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી કરાર આધારિત રહેશે. પ્રથમ પાંચ વર્ષ સુધી આ નોકરીમાં કુલ રૂપિયા 31340 ફિક્સ પગાર તરીકે આપવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
GPSSB Recruitment 2022 નાયબ હિસાબનીશ : આ જગ્યા માટે ઉમેદવારી કરવા માંગત ઉમેદવારોની બીબીએ, બીકોમ, બીએસસી સાયન્સ, સ્ટેટિસ્ટિક્સ, બીએ સ્ટેટિસ્ટિક્સ/ઈકોનોમિક્સ/ મેથેમેટિક્સમાંથી કર્યુ હોવું જોઈએ. સેકન્ડ ક્લાસ બેચલર્સ ડિગ્રી સાથે પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારની ઉંમર 36 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
GPSSB Recruitment 2022 પગાર : આ ભરતીમાં ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી કરાર આધારિત રહેશે. પ્રથમ પાંચ વર્ષ સુધી આ નોકરીમાં કુલ રૂપિયા 31340 ફિક્સ પગાર તરીકે આપવામાં આવશે.
આ પણ વાંચો : GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી, 317 જગ્યા માટે અરજી કરવાની અંતિમ તક
GPSSB Recruitment 2022 અરજી કરવાની રીત
ઉમેદવારો 11-1-2022થી 27-1-2022 સુધી ઓજસ પર જઈને મ https://ojas.gujarat.gov.in ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ઓજસ પરથી એસબીઆઈ બેન્કના કાર્ડ દ્વારા અથવા તો ફોર્મની પ્રિન્ટ કાઢી અને નજીકની પોસ્ટ ઓફિસમાં ચલાન કાઢીને ફી ભરી શકશે.આ અરજી પ્રક્રિયામાં ફી 100 રૂપિયા છે.