TVS Motor જલદી જ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક ટૂ-વ્હિલર અને થ્રી વ્હિલરની પૂરી રેન્જ


Updated: September 28, 2021, 3:04 PM IST
TVS Motor જલદી જ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક ટૂ-વ્હિલર અને થ્રી વ્હિલરની પૂરી રેન્જ
ટીવીએસ મોટર્સ ઈલેક્ટ્રીક સ્કૂટર્સ લોન્ચ

દેશની દિગ્ગજ ઓટો મેકર TVS મોટર આગામી 2 વર્ષોમાં પોતાના ઇલેક્ટ્રિક ટૂ-વ્હિલર અને થ્રી-વ્હિલર વાહનોની નવી રેન્જ લોન્ચ કરશે. કંપની આ વાહનોને 5kWથી 25kW ક્ષમતાની રેન્જમાં લોન્ચ કરશે.

  • Share this:
દેશની દિગ્ગજ ઓટો મેકર TVS મોટર આગામી 2 વર્ષોમાં પોતાના ઇલેક્ટ્રિક ટૂ-વ્હિલર અને થ્રી-વ્હિલર વાહનોની નવી રેન્જ લોન્ચ કરશે. કંપની આ વાહનોને 5kWથી 25kW ક્ષમતાની રેન્જમાં લોન્ચ કરશે. કંપનીનો દાવો છે કે, તે આગામી બે વર્ષમાં ભારતના ઇલેક્ટ્રિક વાહન માર્કેટમાં મહત્વની ભૂમિકા નિભાવશે. કંપનીએ કન્વેન્શનલ વાહનોની સાથે ઇલેક્ટ્રિક વાહનો માટે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. કંપનીએ તેના માટે 500 એન્જીનીયર્સની ટીમ તૈયાર કરી છે.

EVના વિકાસ માટે કર્યુ 1000 કરોડનું રોકાણ

TVS EV(Enterprise Value) બિઝનેસમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ નક્કી કર્યુ છે. આ સાથે જ કંપની ટૂ વ્હિલર્સના પારંપરિક એન્જીન પર પણ રોકાણ કરવાનું જાળવી રાખશે. કંપની તેમાં વિકાસની તક જોઇ રહી છે. કંપનીના જોઇન્ટ મેનેજીંગ ડાયરેક્ટર સુદર્શન વેણુએ કહ્યું હતું કે, “કંપની EV અંગે ખૂબ ઉત્સાહિત છે. અમારું માનવું છે કે તે ઝડપથી વધશે અને તેથી અમે EV ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા નિભાવવા માટે ઉત્પાદનોના નિર્માણ અને ક્ષમતામાં રોકાણ કરી રહ્યા છીએ.” TVSએ ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં 500થી વધુ એન્જીનિયરોની ટીમ કામે લગાવી છે. EVની રેન્જ આગામી બે વર્ષમાં લોન્ચ કરવામાં આવશે જેમાં પેસેન્જ અને કાર્ગો વ્હિકલ બંને રૂપમાં ટૂ-વ્હિલ અને થ્રી-વ્હિલર વાહનો સામેલ હશે.

TVS પોતાના ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ પર પણ વિચાર કરશે. પોતાના ઇલેક્ટ્રિક વાહનો અંગે આશાવાદી TVSનું માનવું છે કે, ઇલેક્ટ્રિક વ્હિકલને સ્વીકૃત કરવાની ઝડપ ટેક્નોલોજી અને ટેક્નિકલ સુધારા, સબસિડી અને કસ્ટમર એક્સેપ્ટેન્સ તથા ચાર્જીંગ પોઇન્ટનું નિર્માણ સહિતના વિવિધ પરિબળો પર આધારિત રહેશે.

TVS iQube થશે અપગ્રેડ

સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર આગામી કેટલાક મહિનામાં કંપની TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરને અપગ્રેડ કરવાની જાહેરાત પણ કરશે. ઇ-સ્કૂટરની મહત્તમ શક્તિ 4.4 KW છે અને એક વખત ચાર્જીંગ બાદ 75 કિમીની રેન્જ આપે છે અને હાલ તે ચાર શહેરોમાં વહેંચવામાં આવ છે. સુદર્શન વેણુએ જણાવ્યું કે, કંપનીની યોજના છે કે ચાલુ નાણાકિય વર્ષના અંત પહેલા સમગ્ર દેશમાં ઇ-સ્કૂટરને વિસ્તારિત કરવામાં આવે અને સપ્ટેમ્બરના અંત સુધી અન્ય 20 શહેરોમાં TVS iQube ઉપલબ્ધત થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.આ પણ વાંચો - Sensexમાં 8 મહિનામાં 50 હજારથી 60 હજાર પોઇન્ટનો મોટો ઉછાળો, શું 1 લાખના રેકોર્ડ સ્તરને સ્પર્શી શકે છે?

TVS લાવશે નવું જ્યુપિટર સ્કૂટર

હાલમાં જ Raider 125 લોન્ચ કર્યા બાદ કંપની હવે વધુ એક નવું મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ શુક્રવારે રીલીઝ કરેલા એટ ટીઝરમાં આ અંગે ખુલાસો કર્યો છે. જાણકારી અનુસાર, આ ટીવીએસ જ્યુપિટર 125નું નવું મોડલ હોઇ શકે છે. જેને કંપની આગામી 7 ઓક્ટોબરથી ભારતમાં લોન્ચ કરશે. આ જ્યુપિટર 125માં ડિજીટલ સ્ક્રિન, એક્સટર્નલ ફ્યૂલ કેપ, સાઇલેન્ટ સ્ટાર્ટ, નેવિગેશન આસિસ્ટ, ટોપ સ્પીડ રિકોર્ડર, ઇન-બિલ્ટ લેપ ટાઇમર, મોબાઇલ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવા અમુક નવા ફિચર્સ સામેલ થઇ શકે છે.
First published: September 28, 2021, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading