India Mobile Congress 2021: 5G રોલ આઉટ કરવું ભારતની પ્રાથમિકતા હોવી જોઈએ- મુકેશ અંબાણી

News18 Gujarati
Updated: December 9, 2021, 7:15 AM IST
India Mobile Congress 2021: 5G રોલ આઉટ કરવું ભારતની પ્રાથમિકતા હોવી જોઈએ- મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

India Mobile Congress 2021: ઇવેન્ટમાં બોલતા આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (RIL Chairman Mukesh Ambani)એ કહ્યુ હતુ કે, ભારતના અર્થતંત્રમાં ઝડપથી સુધારો આવશે તેવો સંપૂર્ણ વિશ્વાસ છે.

  • Share this:
નવી દિલ્હી: ઇન્ડિયા મોબાઈલ કૉંગ્રેસ (INDIA MOBILE CONGRESS) ઇવેન્ટ  આઠમી ડિસેમ્બર, 2021થી શરૂ થઈ ગઈ છે. આ ઇવેન્ટ 10મી ડિસેમ્બર સુધી ચાલશે. આ ઇવેન્ટમાં દુનિયાભરની અનેક મોટી હસ્તીઓ ભાગ લઈ રહી છે. આ ઇવેન્ટમાં બોલતા આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (RIL Chairman Mukesh Ambani)એ કહ્યુ હતુ કે, ભારતના અર્થતંત્રમાં ઝડપથી સુધારો આવશે તેવો પૂર્ણ વિશ્વાસ છે. દેશમાં મોબાઇલ, ડિજિટલ ક્ષેત્રે (Digital Sector) મોટું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. 5G લાગૂ કરવું ભારતની પ્રાથમિકતા હોવી જોઈએ.

પોતાના સંબોધનમાં મુકેશ અંબાણીએ જણાવ્યુ કે, મોબાઇલ યૂઝર ગ્રોથ માટે અફોર્ડેબિલિટી (સસ્તું હોવું) મહત્ત્વનું ફેક્ટર છે. આપણે દેશમાં ફાઇબર કનેક્ટિવિટીને મિશન મોડ પર વધારવી પડશે. ડિજિટલ ટેક્નિક પર ફોકસ કરતા તેમણે કહ્યુ કે દેશમાં ડિજિટલ ટેક્નિકથી ક્લીન એનર્જીને મદદ મળશે. દેશમાં Education, Finance, Retail સેક્ટરમાં નવિનતા જોવા મળી છે. આપણું ધ્યાન ઇનોવેશન પર હોવું જોઈએ.

ઇવેન્ટમાં અનેક હસ્તીઓ થશે સામેલ

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસ (India Mobile Congress) 2021માં દેશ-વિદેશની મોટી હસ્તીઓ સામેલ થનારી છે. વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ ઇવેન્ટમાં સ્પીકર તરીકે શ્રી અશ્વિની વૈષ્ણવ (Minister of Communication) સુનીલ ભારતી મિત્તલ, મુકેશ અંબાણી અને બિરલા ગ્રુપના મંગલમ બિરલા સહિત અન્ય લોકો સામેલ હશે.

ઇવેન્ટના પ્રથમ દિવસે Nokia પોતાની એક પ્રોડક્ટ પરથી પડદો ઊંચકશે અને ડેમો આપશે. જોકે, હજુ સુધી પ્રોડક્ટના નામનો ખુલાસો નથી કરવામાં આવ્યો. આ ઉપરાંત ટેલીકૉમ સેક્ટર સાથે જોડાયેલી જાહેરાતો પણ કરવામાં આવશે.

'કોવિડ રસીકરણમાં અભૂતપૂર્વ પ્રગિત'RILના CMD મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારત પોતાના કોવિડ-19 રસીકરણ અભિયાનમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે. બીજી તરફ તે અર્થવ્યવસ્થાને ઊચ્ચ વિકાસના પાટા પર લાવવા માટેના પ્રયાસોને તેજ કરી રહ્યું છે. આ બંને કામની સફળતા માટે આપણા ઉદ્યોગ જગતનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. મને આશા છે કે ભારત ભવિષ્યમાં કોવિડની કોઈ પણ લહેરને નિયંત્રણ કરવામાં સફળ રહેવાની સાથે સાથે ઝડપથી આર્થિક ક્ષેત્રે વાપસી કરશે જે દુનિયાને ચકિત કરી દેશે.

'અમે 100% દેશી અને મોટાપાયે 5G સોલ્યુશન વિકસિત કર્યું'

5G અંગે બોલતા મુકેશ અંબાણીએ કહ્યુ કે, અમે 100% દેશી અને વ્યાપક 5G સોલ્યુશન વિકસિત કર્યું છે, જે સંપૂર્ણ રીતે ક્લાઉડ નેટિવ, ડિજિટલ મેનેઝ્ડ અને ભારતીય છે. અમારી ટેક્નોલોજીને કારણે જિયો નેટવર્કને 4Gમાંથી 5Gમાં ઝડપથી અપગ્રેડ કરી શકાશે.

10મી ડિસેમ્બર સુધી ચાલશે ઇવેન્ટ

આ કાર્યક્રમ 10મી ડિસેમ્બર સુધી ચાલશે. આ ઇવેન્ટમાં ટેક જગતની અનેક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. કાર્યક્રમમાં 5G ટેક્નોલોજી અને ઓટીટી કન્ટેન્ટ પર પણ વાત કરવામાં આવશે.

(ડિસ્ક્લેમર: નેટવર્ક 18 અને ટીવી 18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લાભાર્થી માત્ર છે.)
Published by: Vinod Zankhaliya
First published: December 8, 2021, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading