Rakesh Jhunjhunwalaના પોર્ટફોલિયોમાં સામેલ આ મેટલ સ્ટોક જેપી મોર્ગનને આવ્યો ખૂબ પસંદ, સ્ટોકના ભવિષ્ય અંગે કહ્યું આવું
Updated: May 27, 2022, 12:07 AM IST
રાકેશ ઝુનઝુનવાલા - નાલ્કો
જેપી મોર્ગન (jp morgan) કહે છે કે, નાલ્કો (NALCO) પાસે મજબૂત કેશ જનરેશન છે અને તેની નેટ કેશ બેલેન્સ શીટ અને વેલ્યૂએશન ખૂબ જ આકર્ષક છે, રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala Portfolio) ના પોર્ટફોલિયોના આ શેરમાં છેલ્લા એક મહિનામાં જ આ સ્ટોકમાં 15 ટકાનો ઘટાડો થયો છે
બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala Portfolio) માં સામેલ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિ. (Nalco)ના શેર આ મહિને દબાણ હેઠળ છે. છેલ્લા એક મહિનામાં જ આ સ્ટોકમાં 15 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં NALCO નો સ્ટોક 3.72 ટકા નબળો પડ્યો છે. ગુરુવારે, 26 મેના રોજ આ શેર થોડા વધારા સાથે ખુલ્યો, પરંતુ થોડા સમય પછી તે રેડ માર્કમાં ટ્રેડ થવા લાગ્યો હતો.
બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગનનું કહેવું છે કે, નાલ્કોના શેરમાં ઘટાડો થાય તો પણ આ શેર રોકાણકારોને સારું રિટર્ન આપી શકે છે. આ સ્ટોકને ઓવરવેઇટ રેટિંગ આપીને બ્રોકરેજ એ તેની ટાર્ગેટ પ્રાઈસ રૂ. 135 નક્કી કરી છે. BSEની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, રાકેશ ઝુનઝુનવાલા માર્ચ 2022માં પૂરા થયેલા ક્વાર્ટરમાં NALCOમાં 1.36 ટકા હિસ્સો ધરાવે છે.
આવી છે બ્રોકરેજની સલાહલાઈવમિન્ટના અહેવાલ મુજબ, જેપી મોર્ગન કહે છે કે, નાલ્કો પાસે મજબૂત કેશ જનરેશન છે અને તેની નેટ કેશ બેલેન્સ શીટ અને વેલ્યૂએશન ખૂબ જ આકર્ષક છે. તેણે જણાવ્યું હતું કે, કોસ્ટિક, કોલસો અને કાર્બનના ભાવમાં વધારો થવાથી કંપનીને અસર થઈ રહી હોવા છતાં એલએમઈ એલ્યુમિનિયમ અને એલ્યુમિનાના ઊંચા ભાવથી કંપનીને ફાયદો થઈ રહ્યો છે અને પરિસ્થિતિ તેના માટે અનુકૂળ બની રહી છે.
જેપી મોર્ગને વધુમાં જણાવ્યું હતું કે, મર્યાદિત મૂડી ખર્ચ પ્લાનિંગને ધ્યાનમાં રાખીને નાલ્કોનું ડીપીએસ ઉચ્ચ EPS પર તીવ્ર વૃદ્ધિ કરશે તેવી અપેક્ષા છે. અમે નાણાકીય વર્ષ 23-24 માટે અમારા કમાણીના અંદાજોને જાળવી રાખીએ છીએ. અમે અમારા વેલ્યુએશન મલ્ટિપલ 5 ગણાથી ઘટાડીને 4 ગણા કર્યા છે અને આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઈસ રૂ. 158 થી ઘટાડીને રૂ. 135 કરવામાં આવી છે.
આ પણ વાંચો -
Upcoming CNG Cars: કાર ખરીદવાનો પ્લાન હોય તો જોઈ લો થોડી રાહ, જલ્દી આવશે આ 5 CNG કાર, ફીચર્સ પણ છે જોરદાર એક મહિનામાં 15 ટકા સુધીનો આવ્યો ઘટાડો
છેલ્લા કેટલાક દિવસોથી નાલ્કોનો સ્ટોક વેચવાલી દબાણ હેઠળ છે. ગુરુવારે પણ આ શેર ઈન્ટ્રાડેમાં 1.17 ટકા ઘટીને રૂ. 92.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એક મહિનામાં શેરમાં 15.35 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા છ મહિનામાં આ શેરે તેના રોકાણકારોને 5.79 ટકા નફો આપ્યો છે. નાલ્કો શેરનો 52 સપ્તાહનો સૌથી વધુ રૂ. 132.70 અને 52 સપ્તાહનો નીચો રૂ. 65.05 છે.
First published:
May 27, 2022, 12:07 AM IST