Petrol Diesel Price Today: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મળી રાહત, જાણો ગુજરાતના 4 શહેરોના રેટ્સ

News18 Gujarati
Updated: August 5, 2021, 7:14 AM IST
Petrol Diesel Price Today: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મળી રાહત, જાણો ગુજરાતના 4 શહેરોના રેટ્સ
Petrol Diesel Price Today: સતત ઓગણીસમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા, જાણો આપના શહેરના રેટ્સ

Petrol Diesel Price Today: સતત ઓગણીસમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા, જાણો આપના શહેરના રેટ્સ

  • Share this:
Petrol Diesel Price Today- 5 August 2021: સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil Companies) તરફથી આજે સતત ઓગણીસમા દિવસે પણ પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલ (Diesel Price Today)ના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ગત મહિનામાં 17 જુલાઈ બાદથી ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, જ્યારે આ દિવસે પેટ્રોલની કિંમત 29થી 30 પૈસા પ્રતિ લીટર વધી હતી. ત્યારબાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી.

આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર છે. આ ઉપરાંત મહાનગરોમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પેટ્રોલ પહેલા જ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે, મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો, Earn Money: 10 હજાર રૂપિયામાં બિઝનેસની શરૂઆત કરો, દર મહિને થશે 30 હજાર રૂપિયાની કમાણી

ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat)
>> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલ ભાવ (Petrol Diesel Price on 5 August 2021)

>> દિલ્હી પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
>> બેંગલુરુ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, 2021 Tata Tiago NRG Facelift ભારતમાં થઈ લૉન્ચ, જાણો ખાસ તેના ખાસ ફીચર્સ અને કિંમત

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: August 5, 2021, 6:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading