LPG GAS: એલપીજી ગૅસના ભાવ વધ્યા કે ઘટ્યા? ચેક કરો ડિસેમ્બરના ભાવ

News18 Gujarati
Updated: December 1, 2022, 5:37 PM IST
LPG GAS: એલપીજી ગૅસના ભાવ વધ્યા કે ઘટ્યા? ચેક કરો ડિસેમ્બરના ભાવ
. સરકારે 19 કિ.ગ્રા.ના કમર્શિયલ સિલિન્ડર અને 14.2 કિ.ગ્રા. ના ઘરેલુ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઓઇલ માર્કેટિંગ કંપનીએ ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરેલા છે. જે દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવતા હોય છે. અહીં જાણો આ વખતે ભાવ વધ્યા-ઘટ્યા કે શું થયું.

  • Share this:
LPG Gas Cylinder Prize: ઓઇલ માર્કેટિંગ કંપનીએ આજે ગેસ સિલિન્ડરનો ભાવ જાહેર કર્યો છે. છેલ્લા ત્રણ ચાર મહિનાની વાત કરીએ તો કંપનીએ ભાવ ઘટાડ્યો છે. તો આ વખતે પણ આશા હતી કે સરકાર ભાવમાં ઘટાડો કરશે પણ એવું બન્યું નહિ. સરકારે 19 કિ.ગ્રા.ના કમર્શિયલ સિલિન્ડર અને 14.2 કિ.ગ્રા. ના ઘરેલુ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે તે હવે જુના ભાવે જ મળશે.

આ પણ વાંચો: યૂનિપાર્ટસ ઈન્ડિયાનો IPO મેદાનમાં, પહેલી જ પારીમાં 58 ટકા સબસક્રાઈબ થયો

ઘર વપરાશ માટેના સિલિન્ડરનો ભાવ



ઘર વપરાશ માટે 14.2 કિ.ગ્રા. નો એલપીજી બાટલો જુના ભાવે જ મળશે. જેના ભાવો નીચે મુજબ છે.

 શહેર        ભાવ(રૂ.)


કલકત્તા         1079દિલ્હી           1053

મુંબઈ           1052.5

ચેન્નાઇ          1068.5

19 કિ.ગ્રા. નો ભાવ


 શહેર        ભાવ(રૂ.)


કલકત્તા         1846

દિલ્હી           1744

મુંબઈ           1696

ચેન્નાઇ          1893

આ પણ વાંચો:ઇલેક્ટ્રિક કાર ખરીદી તો લેવાય, પરંતુ શુ તેનું મેન્ટેનન્સ પેટ્રોલ-ડીઝલ કાર કરતાં સસ્તું પડે?

નવેમ્બરમાં ઘટી હતી કિંમત


એલપીજી કમર્શિયલ ગેસની કિંમત નવેમ્બર મહિનામાં રૂ.115 ઘટી ગઈ હતી. એની પહેલા 1 ઓક્ટોબરે રૂ.36 નો ઘટાડો નોંધાયો હતો. પરંતુ ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર લાંબા સમયથી થયેલો નથી.


મહિનાની 1 તારીખે નક્કી થાય છે ભાવ


દર મહિનાની પહેલી તારીખે એપીજી ગેસ કંપનીઓ ગેસ સિલિન્ડરનો ભાવ નક્કી કરતી હોય છે. જેમાં કંપની ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતું સિલિન્ડર અને કોમર્શિયલ એમ બંને સિલિન્ડરનો ભાવ નક્કી કરે છે. દર મહિને આ ભાવમાં ફેરફાર જોવા મળે છે. જો કમર્શિયલ સિલિન્ડરની વાત કરીએ તો પાછલા  મહિનાઓમાં તેની કિંમતમાં ઘટાડો થતો રહ્યો હતો પણ આ મહિને તેમાં કોઈ ફેરફાર નોંધાયો નથી.
Published by: Darshit Gangadia
First published: December 1, 2022, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading