Today Gold Price in Gujarat : સોનાના ભાવમાં થયો આંશિક વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
News18 Gujarati Updated: May 26, 2022, 10:08 AM IST
Gold prices on Tuesday rose by Rs 15,000 per kg
રાજધાની ભોપાલના બુલિયન માર્કેટમાં ગઈ કાલે 22 કેરેટ સોનું રૂ. 48,030 પ્રતિ 10 ગ્રામમાં વેચાઇ રહ્યુ હતું, જ્યારે 24 કેરેટ સોનું રૂ. 50,430 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું.
સોના અને ચાંદીના ભાવમાં (
Gold-Silver Price) છેલ્લા કેટલાક સમયથી વધ-ઘટ જોવા મળી છે. લગ્નની સિઝન વચ્ચે સોનાની માંગમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે સોનાના ભાવ વધવાની શક્યતા સેવાઇ રહી છે. BankBazaar.com અનુસાર, આજે 26 મેના રોજ એટલે કે ગુરુવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 22 કેરેટ સોનાની કિંમત 48,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 51,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
રાજધાની ભોપાલના બુલિયન માર્કેટમાં ગઈ કાલે 22 કેરેટ સોનું રૂ. 48,030 પ્રતિ 10 ગ્રામમાં વેચાઇ રહ્યુ હતું, જ્યારે 24 કેરેટ સોનું રૂ. 50,430 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું.
ચાંદીના ભાવમાં આજે નથી થયો વધારો
જો આપણે ચાંદી વિશે વાત કરીએ, તો ભોપાલના બુલિયન માર્કેટમાં બુધવારે જે ચાંદી 65,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી, તે આજે પણ 65,500ના ભાવે વેચાશે.
આ પણ વાંચો -Best FD Rate : આ AAA રેટેડ FD સ્કીમ 6.60 ટકા સુધી વ્યાજ આપી રહી છે, જાણો વિગત
મહાનગરોમાં સોનાનો ભાવ
વડોદરા
22 Carat -
₹47,980
24 Carat -
₹52,330
સુરત
22 Carat -
₹47,950
24 Carat -
₹52,300
અમદાવાદ
22 Carat -
₹47,950
24 Carat - ₹52,300
જાણો 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે, અમે તમને જણાવી દઈએ કે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી શકાતી નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
આ પણ વાંચો -Stock Market : આજે પોઝિટિવ મૂડમાં હોય શકે છે બજાર, રોકાણકારોનો સાથ મળશે તો સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો થશે
સોનાની શુદ્ધતા કેવી રીતે જાણી શકાય
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન દ્વારા હોલમાર્ક આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 કરતાં વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું હશે, સોનું એટલું શુદ્ધ હશે.
Published by:
Bhavyata Gadkari
First published:
May 26, 2022, 10:08 AM IST