Budget 2022: ઘર ખરીદનારા લોકોને નિર્મલા સીતારમણના બજેટમાં મળી શકે છે મોટી ભેટ

News18 Gujarati
Updated: January 19, 2022, 2:45 PM IST
Budget 2022: ઘર ખરીદનારા લોકોને નિર્મલા સીતારમણના બજેટમાં મળી શકે છે મોટી ભેટ
બજેટ 2022 (પ્રતીકાત્મક તસવીર)

Budget 2022: ઇનકમ ટેક્સ સેક્શન 80C હેઠળ હોમ લોન લેનારા લોકોને મૂળ રકમ પરત કરવા પર ટેક્સ રાહત મળે છે. સરકાર આ મર્યાદાને વધારવાની નિર્ણય લઈ શકે છે.

  • Share this:
નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આ વખતે ઘર ખરીદનાર લોકોને મોટી ભેટ આપી શકે છે. નાણાકીય વર્ષ 2022-2023નું બજેટ (Budget 2022) નાણા મંત્રી નિર્મલા સીતારમણ તરફથી 1 ફેબ્રુઆરી 2022ના રોજ રજૂ કરવામાં આવશે. આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે જ્યારે અર્થતંત્ર કોરોના મહામારી (Coronavirus Pandemic)ના મારથી ઊભું થવાનો પ્રાયસ કરી રહ્યું છે. આ બજેટમાં સરકાર ઇનકમ ટેક્સ એક્ટ (Income Tax Act)ની કલમ 80સી (Section 80c) હેઠળ લોનની મૂળ રકમ (Home loan principal repayment) ચૂકવવા પર મળતા ટેક્સ રાહતની વાર્ષિક મર્યાદા (Tax Deduction) 1.5 લાખ રૂપિયામાંથી વધારીને 2 લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. 80સી હેઠળ મળતી છૂટની મર્યાદામાં છેલ્લે 2014ના વર્ષમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી આ મર્યાદા જેમની તેમ છે. આથી આ મર્યાદામાં ફેરફાર કરવાની જોરશોરથી માંગણી કરવામાં આવી રહી છે.

નિર્મલા સીતારમણ જો ઘર ખરીદદારો માટે આ મોટા નિર્ણયની જાહેરાત કરે છે તો તેનાથી સામાન્ય લોકોને તો રાહત મળશે જ, સાથે સાથે રિયલ એસ્ટેટ સેક્ટર (Real Estate Sector)ને પણ ફાયદો થશે. નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ આ મર્યાદામાં ફેરફાર થવાનો સંકેત આપ્યો છે.

શું છે કલમ 80સી?

ઇન્કમ ટેક્સની કલમ 80સી હેઠળ હોમ લોન લેનારા લોકોને લોનની મૂળ રકમ ચૂકવવા પર ટેક્સ વળતર મળે છે. જોકે, આ કલમ હેઠળ મ્યુચ્યુઅલ ફંડની ટેક્સ સ્કીમ (ELSS), પીપીએફ (PPF) અને NSC સહિત અન્ય યોજના પણ આવે છે. જેમાં રોકાણ કરીને ટેક્સમાં રાહત મેળવી શકાય છે. હાલ આ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. આ કલમ હેઠળ કરદાતા 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને ટેક્સની બચત કરી શકે છે.

શું ફાયદો થશે?

નિષ્ણાતોનું કહેવું છે કે હોમ લોન પ્રિન્સિપાલ (મુદલ) પર ટેક્સ કપાતની મર્યાદા વધારવાની જરૂરિયાત છે. કારણ એવું છે કે આ મર્યાદા છેલ્લે 2014માં વધારવામાં આવી હતી. જાણકારોનું કહેવું છે કે હોમ લોન પર ટેક્સ લાભ વધવાથી ઘરોની માંગ વધશે, કારણ કે લોકો ટેક્સમાં છૂટનો લાભ લેવા માટે ઘરની ખરીદી કરતા હોય છે.આ પણ વાંચો: હાલ આવક પર કેટલો ટેક્સ લાગે છે? જાણો જૂના-નવા ટેક્સ સ્લેબ વચ્ચે તફાવત

રિયલ એસ્ટેટ સેક્ટર (Real estate sector)ને આ વખતના બજેટમાં અન્ય આશાઓ પણ છે. આ સેક્ટર અફોર્ડેબલ હોમ લોન પર વધારાની 1.5 લાખ રૂપિયાના ડિડક્શનને વધુ એક વર્ષ માટે વધારીને માર્ચ 2023 સુધી કરવાના પક્ષમાં છે. આ પહેલા સરકાર બે વખત ડિડક્શનની મર્યાદા વધારી ચૂકી છે.
Published by: Vinod Zankhaliya
First published: January 19, 2022, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading