Technical Analysis: શેરબજારમાં ટેક્નિકલ એનાલિસિસની ખાસિયતો શું છે? ઝીરોધાના નીતિન કામથ પાસેથી જાણો


Updated: January 27, 2022, 7:36 AM IST
Technical Analysis: શેરબજારમાં ટેક્નિકલ એનાલિસિસની ખાસિયતો શું છે? ઝીરોધાના નીતિન કામથ પાસેથી જાણો
નીતિન કામથ

What is Technical Analysis: કામથ જણાવે છે કે, “આ તે જ સમય છે જ્યારે ટેક્નિકલ એસ્ટ્રોલોજી બનવાનું શરૂ થાય છે.” વધુમાં કામથે જણાવ્યું કે, “જો આ વલણ સામે વેપાર કરવાની લાલચ જણાય તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે કે, ટ્રેડિંગના કદમાં નોંધપાત્ર ઘટાડો કરવો અને સરેરાશ નીચી કરવી.”

  • Share this:
નવી દિલ્હી: ઝીરોધા (Zerodha)ના ચીફ એક્ઝિક્યુટિવ નીતિન કામથે (Nithin Kamath) મંગળવારે ટેક્નિકલ એનાલિસિસ (What is Technical Analysis) વિશેની અમુખ ખાસ વાતો વિશે ટ્વિટર પર એક થ્રેડ શેર કરી છે. ઝીરોધાના ચીફે જણાવ્યા અનુસાર, જ્યારે તમે ઊચ્ચ સ્તર અને નીચા સ્તરની કલ્પના કરવાનું શરૂ કરો છો અને ભૂતકાળની કિંમતોની વિપરીત ટ્રેડિંગ કરવાનું શરૂ કરો છો, ત્યારે પરિવર્તનની શરૂઆત થાય છે. કામથ જણાવે છે કે, “આ તે જ સમય છે જ્યારે ટેક્નિકલ એસ્ટ્રોલોજી બનવાનું શરૂ થાય છે.” વધુમાં કામથે જણાવ્યું કે, “જો આ વલણ સામે વેપાર કરવાની લાલચ જણાય તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે કે, ટ્રેડિંગના કદમાં નોંધપાત્ર ઘટાડો કરવો અને સરેરાશ નીચી કરવી.”

ટેક્નિકલ એનાલિસિસની ખાસિયત

કામથે આગળ જણાવ્યું કે, “તમને ક્યારેય ખ્યાલ નથી આવતો કે ટ્રેન્ડ ક્યારે રિવર્સ થશે અને કેટલા સમય સુધી તે તેમ જ રહેશે.” ટેક્નિકલ એનાલિસિસની ખાસિયત તે છે કે, તે મોટાભાગે તમને ટ્રેન્ડની સામે ક્યારેય વેપાર કરવા દેતું નથી. પરંતુ જ્યારે તમે ટોચ અને તળિયાના અંદાજ લગાવવાનું શરૂ કરો છો અને ભૂતકાળના ભાવો આધારિત વલણ સામે ટ્રેડિંગ કરવાનું શરૂ કરો છો ત્યારે તે બદલાય છે.

રોકાણકારોને મોટો ફટકો

દરમિયાન, યુરોપિયન ઇક્વિટીમાં સપોર્ટિવ ટ્રેન્ડ વચ્ચે રોકાણકારોએ તાજેતરમાં જ બેન્કિંગ, ઓટો અને એફએમસીજી કાઉન્ટર્સ એકત્રિત કર્યા હોવાથી ભારે નુકસાનના પાંચ સેશન બાદ મંગળવારે માર્કેટ બેન્ચમાર્ક્સ લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા.

જોકે, વેપારીઓએ જણાવ્યું હતું કે યૂએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય નિર્ણાયક બેઠક પૂર્વે એકંદરે સેન્ટિમેન્ટ સાવધ રહ્યું છે, જ્યાંથી તેની હાઇક ટ્રેજેક્ટરી અંગે નિર્ણય લેવાશે.નજીકના સમયમાં જોખમી પરીબળો

કામથે વધુમાં ઉમેર્યું હતું કે, રશિયા-યુક્રેન તણાવ, ફુગાવો અને વિદેશી ભંડોળ દ્વારા સતત વેચાણ એ નજીકના ગાળામાં અન્ય જોખમી પરિબળો છે. શરૂઆતના કારોબારમાં 57,000ની સપાટીથી નીચે ગબડ્યા બાદ 30 શેરોવાળા બીએસઈ સેન્સેક્સે જોર પકડ્યું હતું અને સત્ર આગળ વધીને 366.64 અંક એટલે કે 0.64 ટકાના વધારા સાથે 57,858.15 પર બંધ થયું હતું. એ જ રીતે, એનએસઈનો નિફ્ટી 128.85 પોઇન્ટ અથવા 0.75 ટકા વધીને 17,277.95 પર બંધ થયો હતો.

મારૂતિ 6.88%ના ઉછાળા સાથે ટોપ પર

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ.1,041.8 કરોડ નોંધાવ્યા બાદ સેન્સેક્સ ગેઇનર્સ ચાર્ટમાં મારુતિ 6.88 ટકાના ઉછાળા સાથે ટોચ પર રહી હતી, જે 48 ટકા ઘટીને y-o-y હતી, પરંતુ એનાલિસ્ટના અંદાજ કરતાં ઘણી વધારે હતી.

આ પણ વાંચો:  શેરની પસંદગી કેવી રીતે કરવી? સસ્તા સ્ટોક્સ કેટલા જોખમી? જાણો Zerodhaના સ્થાપક નીતિન કામથની ટિપ્સ

એક્સિસ બેન્ક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, પાવરગ્રીડ અને એનટીપીસી 6.76 ટકા સુધી ઉછળીને બંધ થયા હતા. તેની સામે વિપ્રો, બજાજ ફિનસર્વ, ટાઇટન, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1.75 ટકા સુધી ઘટીને મોખરે રહ્યા હતા.
Published by: Vinod Zankhaliya
First published: January 27, 2022, 7:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading