Adani Wilmar IPO open today: અદાણી વિલ્મરનો આઈપીઓ ભરવો કે નહીં? જાણો વિવિધ બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

News18 Gujarati
Updated: January 27, 2022, 8:54 AM IST
Adani Wilmar IPO open today: અદાણી વિલ્મરનો આઈપીઓ ભરવો કે નહીં? જાણો વિવિધ બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય
આઈપીઓ

Adani Wilmar IPO open today: અદામી વિલ્મર કંપનીનો 3,600 કરોડ રૂપિયાનો આઈપીઓ આજે ખુલ્યો. રોકાણકારો 31મી જાન્યુઆરી સુધી આઈપીઓ માટે બોલી લગાવી શકશે.

  • Share this:
મુંબઇ. Adani Wilmar IPO: દેશની સૌથી મોટી FMCG ફૂડ કંપનીઓમાંની એક એવી અદાણી વિલ્મર (Adani Wilmer IPO open today)નો આઈપીઓ આજે એટલે કે 27 જાન્યુઆરીના રોજ ખુલી રહ્યો છે. શેરબજારમાં કડાકા (Share market crash) વચ્ચે આવેલા આઈપીઓને લઈને રોકાણકારો દ્વીધામાં છે. આઈપીઓ પહેલા જ કંપનીએ 25 જાન્યુઆરીએ 15 એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor investors) પાસેથી 939.9 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. આઈપીઓ મારફતે કંપની 3,600 કરોડ રૂપિયા એકઠા કરશે. કંપની આઈપીઓ મારફતે નવા ઇક્વિટી શેર જાહેર (Fresh issue) કરશે. અદાણી વિલ્મર આઈપીઓ આજે ખુલ્યો છે ત્યારે મોટાભાગના બ્રોકરેજ હાઉસોએ તેને ભરવાની સલાહ આપી છે. આઈપીઓ અંગેની કેટલિક માહિતી મેળવીએ.

કોના માટે કેટલો હિસ્સો અનામત

અદાણી વિલ્મરના આઈપીઓનો 50% હિસ્સો ક્વોલીફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે. 15% હિસ્સો નોન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.

અદાણી વિલ્મર આઈપીઓ (Adani Wilmar IPO)

ખાદ્ય તેલ બનાવતી દિગ્ગજ કંપની Adani Wilmar Ltd કંપનીનો આઈપીઓ આજે એટલે કે 27 જાન્યુઆરીના રોજ ખુલ્યો છે અને 31મી જાન્યુઆરી સુધી બોલી લગાવી શકાશે.

પ્રાઇસ બેન્ડકંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Adani Wilmar IPO Price band) 218-230 રૂપિયા નક્કી કરી છે. કંપનીના કર્મચારીઓની 21 રૂપિયા ડિસ્કાઉન્ટ ભાવે શેર મળશે.

ફ્રેશ ઇશ્યૂ

આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઇશ્યૂ હશે. એટલે કે તમામ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે. ઇશ્યૂમાં ઑફર ફૉર સેલ નહીં હોય. આઈપીઓ બાદ પ્રમોટર્સનો હિસ્સો 100 ટકાથી ઘટીને 87.92 ટકા રહી જશે.

કેટલું રોકાણ કરવું પડશે? (Adani Wilmar IPO minimum Investment)

અદાણી વિલ્મર આઈપીઓમાં રિટેલ રોકાણકાર ઓછામાં ઓછા 65 શેરના એક લોટ માટે બોલી લગાવી શકશે. વધુમાં વધુ 13 લોટ માટે બોલી લગાવી શકશે. એક લોટ માટે બોલી લગાવનાર રોકાણકારે 14,950 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 13 લોટ માટે બોલી લગાવનાર રોકાણકારે 1,94,350 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

મહત્ત્વની તારીખો

અદાણી વિલ્મર આઈપીઓ માટે શેરની ફાળવણી ત્રીજી ફેબ્રુઆરીના રોજ થશે. જેમને શેર નથી લાગ્યા તેમને ચોથી ફેબ્રુઆરીથી રિફંડ મળવા લાગશે. જેમને શેર લાગ્યા છે તેમના ડિમેટ ખાતામાં સાતમી ફેબ્રુઆરી સુધી શેર જમા થઈ જશે. અદાણી વિલ્મરના આઈપીઓનું લિસ્ટિંગ આઠમી ફેબ્રુઆરીના રોજ થશે.

અદાણી જૂથની સાતમી કંપની શેર બજારમાં લિસ્ટિ થશે

અદાણી જૂથની આ સાતમી કંપની છે જે શેર બજારમાં લિસ્ટ થશે. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓમાં Adani Enterprises, Adani Ports and Special Economic Zones Ltd, Adani Transmission Ltd, Adani Power Ltd, Adani Total Gas Ltd અને Adani Green Energy Ltd સામેલ છે.

આ પણ વાંચો: શેરની પસંદગી કેવી રીતે કરવી? સસ્તા સ્ટોક્સ કેટલા જોખમી? જાણો Zerodhaના સ્થાપક નીતિન કામથની ટિપ્સ

અદાણી વિલ્મરના આઈપીઓ વિશે બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

1) Angel One: બ્રોકરેજ પેઢીએ આઈપીઓ ભરવાની સલાહ આપી છે. બ્રોકરેજ તરફથી કહેવામાં આવ્યું છે કે કંપનીનું વેલ્યુએશન અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે બરાબર છે. નાણાકીય વર્ષ 2019થી 2021 દરમિયાન કંપનીનો નફો અને આવક ક્રમશ: 13 ટકા અને 39 ટકા વધ્યા છે.

એન્જલ વનનું કહેવું છે કે, "અદાણી વિલ્મર પાસે એક મજબૂત બ્રાન્ડ છે. તેનું ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક ખૂબ વ્યાપક અને મજબૂત છે. કંપનીનું વેલ્યુએશન પણ યોગ્ય છે. અમે આ આઈપીઓને ભરવાની સલાહ આપીએ છીએ."

2) Choice Broking: બ્રોકરેજ ફર્મ ચોઇસ બ્રોકિંગનું કહેવું છે કે, "કંપનીના ખાદ્ય તેલના બિઝનેસમાં ખૂબ જ મજબૂત વિકાસ નજરે આવી રહ્યો છે. કંપની પાસે ફૂડ અને FMCG બિઝનેસ સેગમેન્ટમાં ખૂબ વિશાળ તકો રહેલી છે. આ પાસાઓને ધ્યાનમાં રાખીને અમે આઈપીઓને ભરવાની સલાહ આપીએ છીએ."

3) મારવાડી ફાઇનાન્સિયલ સર્વિસિસ: બ્રોકરેજ ફર્મનું માનવું છે કે અદાણી વિલ્મરનો આઈપીઓ તેના પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં ખૂબ જ વ્યાજબી મુલ્યાંકન પર ઉપલબ્ધ છે. અમે આઈપીઓ માટે 'સબ્સક્રાઇબ' રેટિંગ આપીએ છીએ.

ઉલ્લેખનીય છે કે Adani Wilmar ગૌતમ અદાણીની માલિકીના અદાણી જૂથ તેમજ સિંગાપુરના વિલ્મર ગ્રુપ વચ્ચે 50:50 ભાગીદારી ધરાવતું સંયુક્ત સાહસ છે. કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલ વેચે છે. ખાદ્ય તેલ ઉપરાંત કંપની ચોખા, ખાંડ અને લોટ પણ વેચે છે. આ ઉપરાંત કંપની સાબુ, હેન્ડવોશ અને સેનિટાઇઝર જેવા ઉત્પાદનો પણ વેચે છે.

આ પણ વાંચો: Mutual Funds: માર્કેટમાં કરેક્શન વખતે તમારે કયા મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા જોઇએ? જાણો વિગત

દુનિયાના 19થી વધારે દેશમાં તેલની નિકાસ

ભારતમાં અદાણી વિલ્મર કંપનીની ફૉર્ચ્યૂન બ્રાન્ડનો ખાદ્ય તેલમાં હિસ્સો 20 ટકા છે. દેશમાં કંપની પાસે 40 યૂનિટ છે. અહીં દરરોજ 16,800 ટનથી વધારે તેલ રિફાઇનિંગ થાય છે. કંપનીની બીજ પેલાણની ક્ષમતા 6,000 ટન પ્રતિદિન છે. જ્યારે પેકિંગની ક્ષમતા 12,900 ટન પ્રતિ દિન છે. ઉલ્લેખનીય છે કે વિલ્મર બાસમતી ચોખા, દાળ અને લોટના પેકિંગ બિઝનેસમાં પણ છે. કંપની દુનિયાના 19થી વધારે દેશમાં નિકાસ કરે છે.
Published by: Vinod Zankhaliya
First published: January 27, 2022, 8:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading