ગજરાજ સાથે બર્થડે સેલિબ્રેશન, 600 કિલોની આપી પાર્ટી!


Updated: August 4, 2022, 6:04 PM IST
ગજરાજ સાથે બર્થડે સેલિબ્રેશન, 600 કિલોની આપી પાર્ટી!
યુનિક બર્થડે સેલિબ્રેશન

જગન્નાથ મંદિર ખાતે આવેલા હાથીઓ માટે 600 કિલોના ફુટ અને શાકભાજીની કેક તૈયાર કરી હતી

  • Share this:
અમદાવાદ: કોઇ વ્યક્તિ હંમેશા પોતાનો જન્મ દિવસ ખાસ બને તે માટે પ્રયાસ કરાતો હોય છે. જન્મ દિવસે મિત્રા અને પરિવારજનો પણ કંઇક સરપ્રાઇઝ આપવા પ્રયાસ કરતાં હોય છે, પરંતુ અમદાવાદના ચાર મિત્રો જન્મદિવસની કંઇક અલગ જ ઉજવણી કરે છે.

અમદાવાદના જીવદયા પ્રેમી કપિલ ઠક્કર, નિકુંજ માલવિયા,  હાર્દિક સંઘવી , અને રિસી શાહ આ ચારેય મિત્રો દ્વારા એક અનોખી પહેલા શરૂ કરવામાં આવી છે. તેમના જન્મ દિવસ, તિથિ વગેરે ખાસ દિવસે પ્રાણીઓને જમાડવામાં આવે છે.  તેઓ શ્વાન, ગાય, હાથી અને કપિરાજને જમાડી આ ખાસ પ્રસંગની ઉજવણી કરતાં હોય છે.


જીવદયા પ્રેમી કપિલ ઠક્કરે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાને અનુસરી રહ્યા છે. અમારા મિત્રો સર્કલમાં જે પણ વ્યક્તિનો જન્મ દિવસ હોય તો વિવિધ જગ્યાએ જઇ પશુ-પક્ષીઓને ફુટ, કઠોળ વગેરે પીરસવામાં આવે છે. કિલોની માત્રામાં અમે તેમને ભોજન આપતાં હોઇએ છે.

આ પણ વાંચો: ઓનલાઇન જુગારમાં બરબાદ થયો ડોક્ટર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

ગઇકાલે જ અમદાવાદમાં રહેતા રાઘવ ખત્રી બે વર્ષના થતા તેમના પિતા દિનેશભાઇ ખત્રીએ જગન્નાથ મંદિર ખાતે આવેલા હાથીઓ માટે 600 કિલોના ફુટ અને શાકભાજીની કેક તૈયાર કરી હતી. કપિલ ઠક્કર અને તેમના મિત્રોના સહયોગથી જમાલપુર ખાતે હાથીઓ આર્શિવાદ લઇ ગૌ પૂજન કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી.દિનેશભાઇ ખત્રીએ જણાવ્યું હતું કે, કપિલ ઠક્કર અને તેમના મિત્રો દ્વારા કરાયેલા અભિગમ સરહાનીય છે. તેમની કામગીરી જોઇએ મારા દિકરાના જન્મ દિવસની ઉજવણી માટે જગન્નાથ મંદિર પસંદગી કરી અહીં આવી હાથીઓને ફુટ અને શાકભાજી ખવડાવી ધન્યતા અનુભવી હતી. તમારા દિવસને ખાસ કરવા માટે આવું ચોક્કસ કરવું જોઇએ.
Published by: Azhar Patangwala
First published: August 4, 2022, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading