સરકારને ફરી એકવાર ઘેરવાની તૈયારી, જાણો શિક્ષકોએ કેમ બાંયો ચઢાવી


Updated: August 26, 2022, 1:30 PM IST
સરકારને ફરી એકવાર ઘેરવાની તૈયારી, જાણો શિક્ષકોએ કેમ બાંયો ચઢાવી
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad news:આગામી 3 સપ્ટેમ્બરથી કલેકટરને આવેદનથી માંડી રેલી અને છેલ્લે 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ સુધીના આંદોલનની રણનીતી શિક્ષકોએ જાહેર કરી છે. 

  • Share this:
અમદાવાદ: શિક્ષક કભી સાધારણ નહિ હોતા. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ. અને આજ શિક્ષકો હવે પ્રલયના માર્ગે જઈ રહ્યા છે. કારણ છે શિક્ષકોના પડતર પ્રશ્નો. જેને લઈને શિક્ષકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. જેમાં આગામી 3 સપ્ટેમ્બરથી કલેકટરને આવેદનથી માંડી રેલી અને છેલ્લે 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ સુધીના આંદોલનની રણનીતી શિક્ષકોએ જાહેર કરી છે.

શિક્ષકો અનેક માંગણીઓને લઈને શિક્ષકો ફરી એકવાર સરકારને ઘેરવાના મૂડમાં છે. જેને લઈ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા લડત કર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં જૂની પેંશન યોજના, ફિક્સ પગારની નોકરી સળંગ ગણવી જેવા મુદ્દાઓ પર આંદોલન, હજુ સુધી મહાનગરપાલિકામાં 4200 ગ્રેડ પે નથી અપાયો તે મુખ્ય માંગ મહત્વના મુદ્દાઓ છે.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે એક યાદીમાં જણાવ્યું છે કે શિક્ષકઓના પડતર પ્રશ્નનોને લઈ 3 સપ્ટેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લા, મહાનગર કક્ષાએ રેલી તથા કલેકટરને આવેદનપત્ર,11 સપ્ટેમ્બરના રોજ  રેલી સ્થળના જિલ્લા કલેકટરને આવેદનપત્ર, 17 સપ્ટેમ્બરએ રાજ્યના તમામ શિક્ષક - કર્મચારીઓની માસ સી.એલ, 22 સપ્ટેબરએ રાજ્યના તમામ શિક્ષક - કર્મચારીઓ દ્વારા પેનડાઉન અને 30 સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાલનું આયોજન છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં આ આગાઉ બે તબક્કામાં આંદોલનાત્મક કાર્ય થઈ ચૂક્યા છે.  વિશાળ સંખ્યામાં શિક્ષક કર્મચારીઓની હાજરીમાં યોજાયેલ આંદોલનાત્મક કાર્યક્રમને સંપૂર્ણ સફળતા મળી છે. પ્રથમ તબક્કામાં તારીખ ૮ એપ્રિલ ૨૦૨૨ ના રોજ ૫૫,૦૦૦ હજારથી વધુ શિક્ષક કર્મચારીઓની હાજરીમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા મથકે રેલી ધરણા તથા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-Ahmedabad MD Drugs: અમદાવાદમાં રાજા બિલ્લી સહિત બે લોકોની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ


બીજા તબક્કામાં ૬ મે ૨૦૨૨ ના રોજ યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સત્યાગ્રહ છાવણી, ગાંધીનગરમાં સમગ્ર રાજ્યના ૫૦,૦૦૦ થી વધુ શિક્ષક કર્મચારીઓએ સક્રિયતાથી જોડાઈ એક દિવસના ધરણા કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા અપાવી. ત્યારબાદ વખતોવખત મુખ્યમંત્રી સમક્ષ આ પ્રશ્નોને સત્વરે ઉકેલવા રૂબરૂ અને પત્ર લખી માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસ મામલે NIAની મોટી કાર્યવાહી, પ્રખ્યાત બિઝનેસમેન સહિત બે લોકોની ધરપકડ


૨૨ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રીને રૂબરૂ મળી સમસ્યા ઉકેલ માટે આવેદન આપેલ હતું.  જે અંગે આજ દિન સુધી કોઈ પ્રતિસાદ સાંપડયો નથી.  જેના કારણે સમગ્ર શિક્ષક કર્મચારી આલમમાં વ્યાપક રોષ , અન્યાય અને અસંતોષની લાગણી છે.
Published by: ankit patel
First published: August 26, 2022, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading