મહાપંચાયતમાં માલધારીઓનો હુંકાર, લમ્પી વાયરસથી મૃત્યુ પામેલા પશુ દીઠ એક લાખનુ વળતર આપો


Updated: August 7, 2022, 5:21 PM IST
મહાપંચાયતમાં માલધારીઓનો હુંકાર, લમ્પી વાયરસથી મૃત્યુ પામેલા પશુ દીઠ એક લાખનુ વળતર આપો
માલધારી મહાપંચાયતના કન્વિનરોની અમદાવાદમાં આજે બેઠક મળી હતી.

સરકાર વળતર ન આપે તો આ મુદ્દે કોર્ટમાં જવાની તૈયારી કરવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામત 27 ટકાથી ઘટાડી 10 ટકા કરવાનું બાબતનો પણ બેઠકમાં વિરોધ કરવામાં આવ્યો છે.

  • Share this:
અમદાવાદ: હાલ રાજ્યમાં લંપી વાયરસ (Lumpy Virus) હાહાકાર મચાવી રહ્યો છે. પશુધન મૃત્યુ (Animal death) પામતા માલધારીઓ ચિંતાતુર બન્યા છે. ત્યારે અમદાવાદ (Ahmedabad)માં મળેલી માલધારી મહાપંચાયત બેઠક (Maldhari Maha Panchayat meeting)માં લમ્પી વાયરસનો મુદ્દો જોરશોરથી ચર્ચાયો હતો. લમ્પી વાયરસ (Lumpy Virus)ના કારણે મોટી સંખ્યામાં ગાયોના મોત થઈ રહ્યા છે ત્યારે લમ્પી વાયરસ મૃત્યુ પામેલે પશુ દીઠ એક લાખનુ વળતર આપવા માંગ કરવામાં આવી છે. જો સરકાર આ માંગણી નહિ સ્વીકારે તો આગામી સમયમાં માલધારીઓઓ કોર્ટનું શરણું લેશે તેવી ચીમકી આપવામાં આવી છે.

માલધારી મહાપંચાયતના કન્વિનરોની અમદાવાદમાં મળેલી બેઠકમાં માલધારી સમાજને અસર કરતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરીને કેટલાક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત કેટલીક બાબતો માટે આગામી દિવસોમાં આંદોલન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હાલ પ્રસરી રહેલા લંપી વાયરસ મુદ્દે ચર્ચા કરી ગાય અને ગૌવંશ બચાવવા પશુપાલકોને મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સરકાર મૃત્યુ પામેલી ગાય દીઠ રૂ 1 લાખનું સરકાર વળતર આપે તેવી માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો- ગાંધીનગરમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં ACB નું સર્ચ ઓપરેશન, ટેબલ નીચેથી નીકળ્યા આટલા રૂપિયા

સરકાર વળતર ન આપે તો આ મુદ્દે કોર્ટમાં જવાની તૈયારી કરવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામત 27 ટકાથી ઘટાડી 10 ટકા કરવાનું બાબતનો પણ બેઠકમાં વિરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ બાબતે ચાલી રહેલા આંદોલનને માલધારી મહાપંચાયત દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- અમદાવાદમાં કુરિવાજો નાથવા રબારી સમાજની પહેલ, લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચ રક્ષાબંધન બાદથી બંધ

રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરાયેલો ઢોર નિયંત્રણ કાયદો સંપૂર્ણ રદ્દ થાય તે માટે આંદોલન કરવાનું અને જે આંદોલન ચાલુ છે તેને ઉગ્ર બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ગાયના સરક્ષણ માટે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ સુરત અને વડોદરા શહેરમાં માલધારી સમાજની મહિલાઓ સાથે પોલીસે કરેલા વ્યવહારને વખોડવામાં આવ્યો અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી છે.
Published by: rakesh parmar
First published: August 7, 2022, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading