અમદાવાદ: પ્રખ્યાત દાસ ખમણની બે બ્રાન્ચ સીલ, તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી

News18 Gujarati
Updated: August 7, 2022, 10:55 AM IST
અમદાવાદ: પ્રખ્યાત દાસ ખમણની બે બ્રાન્ચ સીલ, તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી
અમદાવાદમાં પ્રખ્યાત દાસ ખમણની બે બ્રાંચ સીલ

AMC food department: જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એએમસીના ફૂડ વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ: તહેવારોની સિઝન વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન (ahmedabad municipal corporation) એક્શનમાં આવી છે. જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એએમસીના ફૂડ વિભાગ (AMC food department) દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણ (Das Khaman)ની દુકાને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ તેલમાં TPCનું પ્રમાણ વધુ જણાતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા દાસ ખમણની બે બ્રાન્ચ સીલ કરવામાં આવી છે.

તહેવારો અને શ્રાવણ માસ દરમિયાન ફરસાણની માંગમાં વધારો જોવા મળતો હોય છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે કોર્પોરેશનની બિલ્ડિંગની પાસે જ આવેલા દાસ ખમણની દુકાને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકવારી વિગત બહાર આવી હતી. અહીં તેલનું TPC (ટોટલ પોલાર કાઉન્ટ) 60થી 80 ટકા મળી આવ્યું હતું. જે બાદ કાર્યવાહી હાથ ધરતાં તેની બે બ્રાન્ચ સીલ કરવામાં આવી છે.આ પણ વાંચો: બનાસકાંઠા: પિસ્તોલોના સોદા સમયે જ પહોંચી પોલીસ, બે સોદાગરો હાથ તાળી આપી ફરાર

સામાન્ય રીતે TPCનું પ્રમાણ 25થી નીચે હોવું જોઇએ, પરંતુ દાસ ખમણને ત્યાં તપાસ દરમિયાન તેનું પ્રમાણ લગભગ 60થી પણ વધુ જણાઇ આવ્યું હતું. એકના એક તેલમાં તળેલી વાનગીઓ વેચાતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કોઇપણ ફરસાણ કે વાનગી તેલમાં બે-ત્રણ વખત તળી શકાય. જો તે તેલમાં અવાર-નવાર વાનગી તળવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે, તહેવારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મીઠાઇની દુકાનો પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને માવાની ગુણવત્તાને લઇને અવાર-નવાર ચોંકાવનારી બાબતો સામે આવતી હોય છે.
Published by: Azhar Patangwala
First published: August 7, 2022, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading