હર ઘર તિંરગા અભિયાન: AMC કાઉન્સિલર તિરંગા ખરીદવા માટે બજેટની ફાળવણી કરી શકશે


Updated: August 10, 2022, 7:48 PM IST
હર ઘર તિંરગા અભિયાન: AMC કાઉન્સિલર તિરંગા ખરીદવા માટે બજેટની ફાળવણી કરી શકશે
AMC કાઉન્સિલર તિરંગા ખરીદવા માટે બજેટની ફાળવણી કરી શકશે

હર ઘર તિંરગા અભિયાન માટે કાઉન્સિલર પણ બજેટ ફાળવણી કરી શકશે, 50 હજારથી લઇને 1 લાખ રૂપિયાના તિરંગા ખરીદી કરી શકાશે.

  • Share this:
અમદાવાદ: સમગ્ર દેશ આજે દેશ ભક્તિના રંગમાં રંગાઇ રહ્યો છે. ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા (har ghar tiranga) અભિયાન હેઠળ આગામી 13થી 15 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તમામ દેશવાસીઓ તેમના ઘર કે ઓફિસ તમામ જગ્યા પર તિરંગા (tiranga) લહેરાવો તે માટે હર ઘર તિંરગા અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકના કાઉન્સિલરો (AMC councillor) પણ પોતાના વર્ષ 2022-23ના બજેટમાંથી તિરંગા ખરીદવા માટે બજેટની ફાળવણી કરી શકશે. મહત્તમ 50 હજારથી લઇને 1 લાખ રૂપિયાના તિરંગા ખરીદી કરી શકાશે.

એએસમી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપ, કોંગ્રેસ, AIMIM સહિત તમામ કાઉનસિલરો પોતાના કાઉન્સિલર બજેટમાથી તિરંગા ખરીદી કરી શકશે. સ્થાનિક કાઉન્સિલરો પોતાના બજેટમાંથી મળેલા તિરંગા પ્રજાજનો આપી શકશે. કાઉન્સિલરો તેમના વર્ષ 2022-23ના બજેટમાંથી લઘુત્તમ રૂપિયા 50 હજાર અને મહત્તમ 1 લાખની મર્યાદામાં તિરંગા ખરીદી શકશે. સત્તા પક્ષ અને વિપક્ષના તમામ કાઉન્સિલરો પોતાના બજેટમાંથી તિરંગાની ખરીદી માટે ફાળવણી કરી શકશે. અત્યાર સુધી 7 લાખ તિંરગાનું વેચાણ એએમસી દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: CA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર: સાબુદાણાની ખીચડી વેચતો વિધાર્થી ફાઉન્ડેશનમાં ઉત્તીર્ણ

એએમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, એએમસી સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય તમામ કાઉનિસલરો માટે છે. કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરો પણ આ નિર્ણયને સમર્થન કરશે.

મહત્વનું છે કે, એએમસી દ્વારા શહેરમાં અલગ-અલગ વોર્ડમાં તિરંગા ખરીદી વેચાણ કેન્દ્ર ઉભા કરાયા છે. જેમાં 30 રૂપિયામાં સ્ટ્રીક સાથે રાષ્ટ્રધ્વજ આપવાનું આયોજન કરાયું હતું. અમદાવાદ શહેરમાં 22 લાખ તિરંગા લગાવાનો લક્ષ્યાંક રખાયો છે . જેમાં 11 લાખ એએમસી અને 11 લાખ રાજ્ય સરકાર તરફથી મળશે.
Published by: Azhar Patangwala
First published: August 10, 2022, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading