અમદાવાદ: દારૂના નશામાં મારઝૂડ કરી અમાનનીય માંગણીઓ કરનાર પતિ સામે પત્નીની ફરિયાદ


Updated: August 26, 2022, 10:49 PM IST
અમદાવાદ: દારૂના નશામાં મારઝૂડ કરી અમાનનીય માંગણીઓ કરનાર પતિ સામે પત્નીની ફરિયાદ
ત્રાસથી કંટાળીને છેવટે મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી

Ahmedabad Crime: દારૂ પીવાની ટેવ ધરાવતા પતિએ પત્ની સાથે અમાનનીય ખોટી ખોટી માંગણીઓ કરીને બીભત્સ ગાળો બોલી અવાર-નવાર મારઝૂડ કરતો હોવાની ઘટના સામે આવી છે.

  • Share this:
અમદાવાદ: દારૂ પીવાની ટેવ ધરાવતા પતિએ પત્ની સાથે અમાનનીય ખોટી ખોટી માંગણીઓ કરીને બીભત્સ ગાળો બોલી અવાર-નવાર મારઝૂડ કરતો હોવાની ઘટના સામે આવી છે. શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને છેવટે મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

મહિલાનો પતિ મારપીટ કરતાં અને કહેતો કે, તું શંકા રાખે છે. તારા કારણે મારા મિત્રો સાથે મારી ફ્રેન્ડશીપ તૂટી ગયેલ છે. તું હવે અમારી ફ્રેન્ડશીપ પાછી કરી આપ. નહીતર તને અહીંયા સુખીથી રહેવા નહીં દઉં. એટલું જ નહીં, પરિણીતાનો પતિ તેના મોબાઈલ પર વોટ્સએપ વીડિયો કોલ કરીને તેમના મિત્રોને તેનો ચહેરો બતાવી ફિઝિકલ રીતે અને મેન્ટલી  ત્રાસ આપતો હતો. અંતે કંટાળીને મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશન માં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

આ પણ વાંચો: યુવતીએ વાત કરવાનું બંધ કરતાં આરોપીએ હત્યાનું પ્લાનિંગ કર્યું, રસ્તામાં રોકી ઝીંક્યા ઘા

અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નની શરૂઆતમાં તેનો પતિ તેને સારી રીતે રાખેતો હતો. જે બાદ તેના પતિને દારૂ પીવાની ટેવ પડી હતી અને પરિણીતા સાથે અવમાનનીય માંગણીઓ કરતો હતો. જોકે, પરિણીતા આ વાતની અવગણના કરતી હતી. મહિલાનો પતિ અવારનવાર તેના કામ ધંધા ઉપરથી મહિલાના ફોન પર વોટ્સએપ વીડીયો કોલ કરીને તેના મિત્રોને ચહેરો બતાવતો અને ફિઝિકલ રીતે તેમજ મેન્ટલી રીતે ખૂબ પરેશાન કરતો હતો.

એટલું જ નહીં, તેનો પતિ તેને વારંવાર કહેતો હતો કે તારા કારણે મારા મિત્રો સાથે ફ્રેન્ડશીપ તૂટી ગઈ છે. તું હવે અમારી ફ્રેન્ડશીપ પાછી કરાવી આપ. નહીતર તને અહીંયા સુખીથી રહેવા નહીં દઉં. મહિલાના પિતાએ તેના પતિને ધંધો કરવા માટે રૂપિયા દોઢેક લાખ આપ્યા હોવા છતાં તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી અંતે કંટાળીને મહિલા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધ વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Azhar Patangwala
First published: August 26, 2022, 10:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading