અમદાવાદ: શું તમે પણ રસ્તે જતાં ફોન પર વાત કરો છો? તો ચેતી જજો...


Updated: August 28, 2022, 3:39 PM IST
અમદાવાદ: શું તમે પણ રસ્તે જતાં ફોન પર વાત કરો છો? તો ચેતી જજો...
આ ટોળકી પાસેથી પોલીસે 58 જેટલા ચોરીના મોબાઈલ કબ્જે કર્યા છે.

Ahmedabad Crime News: અમદાવાદ પોલીસે એવી એક ટોળકી ઝડપી છે, જે રાહદારીને ટાર્ગેટ કરી તેમના મોબાઈલ ઝૂંટવી તથા ચોરી કરી ફરાર થઈ જતી હતી

  • Share this:
અમદાવાદ: જો તમે રસ્તે ચાલતા જઈ રહ્યા છો અને તમારા હાથમાં મોબાઈલ છે તો જરા સાચવવાની જરૂર છે. કારણ કે અમદાવાદ પોલીસે એવી એક ટોળકી ઝડપી છે, જે રાહદારીને ટાર્ગેટ કરી તેમના મોબાઈલ ઝુંટવી તથા ચોરી કરી ફરાર થઈ જતી હતી. આ મોબાઈલ દુકાનદાર સાથે મળી અન્ય રાજ્યમાં સસ્તા ભાવે વેચાણ કરતા હતા. આ ટોળકી પાસેથી પોલીસે 58 જેટલા ચોરીના મોબાઈલ કબ્જે કર્યા છે.

ઝોન 7 એલસીબીની કસ્ટડીમાં રહેલા આ 5 આરોપી મોબાઈલ ચોરી કે સ્નેચિંગ કરી તેને સસ્તા ભાવે વેચી દેતા હતા. ઝડપાયેલા 5 આરોપીમાં એઝાઝ પઠાણ અને મોહમદ સલીમ શેખ બન્ને રિક્ષા લઈને મોબાઈલ ચોરી કરતા અને ફરાર થઈ જતા હતા. જે બાદ વટવામાં રહેતા મોહસીનને આ મોબાઈલ પહોચાડતા હતા. જે મોહસીન પોતાના મિત્ર અને મોડાસામાં દુકાન ધરાવતા રફિક સુથાર અને મુસ્તકિમ રહેમાનને આ મોબાઈલ આપતો હતો. જે આરોપી સસ્તા ભાવે આ મોબાઈલ અન્ય રાજ્યમા વેચી દેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીઓએ તો પોલિટિકલ પાર્ટીની રેલીમાં પણ મોબાઈલ ચોરી કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક નિવૃત્ત પોલીસ અધિકારીનો જ ફોન હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: બદનામીના ડરથી યુવકે રસ્તા પર એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

આ અંગે એમ ડિવિઝન એસીપી એસ ડી પટેલ અને પીએસઆઇ વણઝારાએ જણાવ્યું કે, ઝડપાયેલા આરોપી એઝાઝ પઠાણ અને મોહમદ સલીમ શેખ શહેરના માર્ગો પર વહેલી સવારે અને મોડી સાંજે શહેરના રસ્તા પર ફરતા અને લોકોને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને વૃધ્ધ અને વાતોમાં મસ્ત હોય તેવા લોકોના મોબાઈલની ચોરી કરતા અને ફરાર થઈ જતા હતા. જોકે, આ ગુનામાં સંડોવાયેલ 5 આરોપી એક બિજાના મિત્ર હોવાથી ચોરીના મોબાઈલ વટવા અને ત્યાંથી મોડાસા સુધી વેચાણ માટે જતા હતા. જે બાદ મોબાઈલ સસ્તા ભાવે બીજા રાજ્યના ગ્રાહકોને વેચવામાં આવતા હતા. જેથી પોલીસ તેને ઝડપથી પકડી ન શકે.

આ પણ વાંચો: જાણો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ

આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા મોબાઈલ ચોરી અને સ્નેચિંગના 9 ગુનાનો ભેદ ઉકેલાયો છે. સાથે જ 58 જેટલા મોબાઈલ કબ્જે કર્યા છે. જે મોબાઈલ માલિકોને શોધી ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે. જેથી કરી આરોપી વિરુધ્ધ વધુમાં વધુ ગુના નોંધાય. સાથે જ ચોરીના કેટલા મોબાઈલ ક્યાં અને કોને વેચ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે. રોડ પર ચાલતા ચાલતા વાહન વ્યવહાર તરફ ફોન રાખી લાંબી વાતો કરનાર લોકોએ હવે ચેતવાની જરૂર છે. કારણકે રોડ પર આ રીતે જ્યારે કોઈ વાત કરતું હોય છે ત્યારે જ આવા આરોપીઓ તેમની રેકી કરી બાદમાં મોબાઈલ લૂંટી ફરાર થઇ જતાં હોય છે. લોકોએ એક જગ્યાએ ઉભા રહી ફોન પર વાત કરી લેવી અથવા જે તરફથી વાહનો ન આવતા હોય તે તરફ ફોન રાખી વાત કરવાથી આવી ઘટનાઓથી લોકો બચી શકે છે તેવું પોલીસનું માનવું છે.
Published by: Azhar Patangwala
First published: August 28, 2022, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading