'રૂલ બનાના સરકાર કા કામ હૈ, તોડના હમારા,' દારૂ સાથે રીલ બનાવવું બુટલેગરને ભારે પડ્યું


Updated: August 9, 2022, 5:05 PM IST
'રૂલ બનાના સરકાર કા કામ હૈ, તોડના હમારા,' દારૂ સાથે રીલ બનાવવું બુટલેગરને ભારે પડ્યું
પોલીસને પડકાર ફેકનાર બુટલેગરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

ફિલ્મી ડાયલોગની રીલ અને એ પણ દારૂ બિયરની બોટલો સાથે બનાવી સોશિયલ મીડિયા પર મૂકી પોલીસને પડકાર ફેકનાર બુટલેગરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ: "રૂલ બનાના સરકાર કા કામ હે તોડના હમારા" આ ફિલ્મી ડાયલોગ (filmy dialogues)ની રીલ (reel) અને એ પણ દારૂ બિયરની બોટલો (beer bottles) સાથે બનાવી સોશિયલ મીડિયા (social media) પર મૂકી પોલીસને પડકાર ફેકનાર બુટલેગરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. શહેરના અલગ-અલગ વિસ્તાર જેવા કે રિવરફ્રન્ટ, જમાલપુરમાં  દારૂની બોટલો સાથે ફિલ્મી ડાયલોગની રીલ બનાવનાર હવે રિયલ પોલીસના હાથે આવી ગયો છે. જમાલપુરમાં વિસ્તાર માં રહેતા આ બુટલેગરની ક્રાઇમ કુંડળી પણ સામે આવી છે.

ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલા આરોપીનું નામ મહોમ્મદ ઝૈદ ઉર્ફે ઝૈદુ છે. જે જમાલપુરના મચ્છીપીરની દરગાહ પાસે રહે છે. આરોપીની ઉંમર માત્ર 20 વર્ષ છે, પરંતુ નાની ઉંમરમાં ફેમસ થવા માટે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી પોલીસને પડકાર ફેંકવાની ભૂલ તેણે કરી હતી. જોકે, આ વીડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળતા રાજસ્થાન ખાતેથી આરોપીને ઝડપી પાડી સરકારના નિયમો શીખવાડી ન કરવાના કામ કરવાની માનસિકતા પોલીસે તોડી નાખી છે.

આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો, આરોપી સામે બે વર્ષ પહેલાં ખોખરા પોલીસ સ્ટેશનમાં  પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો અને ઇસનપુર વિસ્તાર માં ગાડીઓ સળગાવી તોફાન મચાવવાના કેસમાં ઈસનપુર પોલીસના હાથે વર્ષ 2020માં ઝડપાયો હતો. જ્યારે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં આરોપી નાસતો ફરતો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ કરતાં પોતે જમાલપુર વિસ્તારમાં રહેતા તેના મિત્રો સાથે ચાલુ ગાડીમાં  દારૂ પીને વીડિયો બનાવ્યો હોવાની કબૂલાત કરી છે. પોતે જમાલપુર વિસ્તારમાંથી જ મિત્રો સાથે ગાડીમાં  નીકળ્યો હોવાની કબૂલાત  કરી છે.

આ પણ વાંચો: ડરના જરૂરી હૈ! જાણો વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવતા મગરથી વડોદરવાસીઓને કેમ લાગે છે ડર?

આરોપી રમકડાંના વેપારીને ત્યાં કામ કરતો હોવાનું હાલ પોલીસને જણાવી રહ્યો છે, પણ તે અગાઉ દારૂ વેચી બુટલેગરનું કામ પણ કરતો હતો. તો આ વાયરલ થયેલા વીડિયો મામલે સ્થાનિક પોલીસનું કામ ક્રાઇમ બ્રાન્ચે કરી તો દીધું અને હવે  આરોપીની કસ્ટડી ગાયકવાડ હવેલી પોલીસને સોંપવાની કાર્યવાહી કરવા મથામણ ચાલી રહી છે.

આ પણ વાંચો: દેશમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીના વિષય પર PhD થશેજોકે, ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા આરોપી સામે કોઈ ગુનો નોંધાયો ન હોવાનું કહી કસ્ટડી મેળવી નથી અને અંતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની કસ્ટડી દાણીલીમડા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરાઇ છે. ત્યારે હવેલી પોલીસની આરોપી સામે કોઈ કાર્યવાહી ન કરતા અનેક શંકા કુશંકાઓ ઊભી થઈ રહી છે. પોલીસને આવા પડકાર ફેકનાર સામે આખરે હવેલી પોલીસે અત્યાર સુધીમાં કેમ કોઇ કાર્યવાહી ન કરી તે એક સવાલ છે.
Published by: Azhar Patangwala
First published: August 9, 2022, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading