ગર્ભવતી મહિલાને ત્રાસ આપતા સાસરીયાઓએ કહ્યું,'આ તો તેના પિયરમાંથી કોઈનું પાપ લઈને આવી છે'


Updated: August 21, 2022, 11:00 PM IST
ગર્ભવતી મહિલાને ત્રાસ આપતા સાસરીયાઓએ કહ્યું,'આ તો તેના પિયરમાંથી કોઈનું પાપ લઈને આવી છે'
પ્રતિકાત્મક તસવીર

પરિણીતા નાં ફૂઆજી સસરા એ કહ્યું કે તારે ઘર માં રહેવું હોય તો તારા સાસુ અને નણંદ નો ત્રાસ સહન કરવો પડશે. નહિ તો છૂટાછેડા લેવા હોય તો તારા બાપ ને કહે પાંચ લાખ રૂપિયા લઈને આવે. 

  • Share this:
અમદાવાદ: બાપુનગર વિસ્તાર (Bapunagar Area)માં રહેતી એક પરિણીતાને સાસરિયાં એ દહેજ તેમજ ઘરકામની નાની-નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ (Physical and mental torture of women) આપ્યો એટલું જ નહિં પરિણીતા ગર્ભવતી (pregnant) થતાં તેના સાસુ અને નણંદ તેના પતિની કાન ભંભેરણી કરીને કહેતા કે આ ગર્ભમાં ઉછરી રહેલ બાળક તારું નથી, આ તો તેના પિયરમાંથી કોઈનું પાપ લઈને આવી છે.

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે વર્ષ 2021 માં તેના લગ્ન નવા નરોડા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. તે સમયે તેના પિતાએ જરૂરી યથાશક્તિ કરિયાવર આપેલ. જોકે લગ્નના થોડા સમય સુધી તેના સાસરિયા હોય તેને સારી રીતે રાખેલ હતી. બાદમાં તેના સાસુ અને નણંદ અવારનવાર ઘરકામ તેમજ કરિયાવરમાં કઈ લાવેલ નથી, તારો બાપ ભિખારી છે તેમ કહીને મહેરા ટોણા મારતા હતા અને તારા પિયરમાંથી રૂપિયા લઇ આવ તેમ કહીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા.

પરિણીતાને તેના પતિ સાથે વાતચીત કરવા દેતા નહીં અને ચારિત્ર્ય ખરાબ હોવાના આક્ષેપો કરી અવારનવાર પુનઃલગ્નવાળી છે આની સાથે લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી છે. તેમ કહીને પરિણીતાના પતિને ઉશ્કેરતા હતા અને મારઝુડ કરાવતા હતા. તેમજ આખો દિવસ ઘરમાં કામ કરાવી જમવાનું પણ પૂરતું આપતા ન હતા.

આ પણ વાંચો- 20 દિવસમાં 3 કરોડના ખર્ચે બનેલા લોખંડના બ્રિજ પરથી બે મહાકાય રીએક્ટર્સ પસાર થયા

આ સમયગાળા દરમિયાન પરિણીતા ગર્ભવતી હોવાની જાણ તેના સાસુ અને નણંદને થતા તેઓ પરિણીતાના પતિની કાન ભંભેરણી કરતા અને કહેતા હતા કે આ ગર્ભમાં ઉછરી રહેલ બાળક તારું નથી. આ તો તેના પિયરમાંથી કોઈનું પાપ લઈને આવેલ છે. આમ પરિણીતાને ગર્ભ પડાવી દેવા માટે તેના સાસુ અને નણંદે મારઝૂડ કરી હતી. તેના પતિએ પણ તેની સાથે મારઝૂડ કરી ગર્ભ પડાવી દેવા માટે કહીને આ બાળક મારું નથી તું તારા પિયરમાંથી લઈને આવેલ છે તેમ કહ્યું હતું.

આ પણ વાંચો- અમદાવાદમાં અમાનવીય કૃત્ય: ગલૂડિયાંને માર મારતા મોત, ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદપરિણીતાના નણંદ તેને કાચનો ટુકડો લઈને મારવા આવેલ પરંતુ તેના પતિએ વચ્ચે પડીને છોડાવી હતી. ડીલવરીનો એકાદ મહિનો બાકી હતો ત્યારે તેના સાસુએ તેની સાથે મારઝુડ કરીને કહ્યું હતું કે, તારા પિતાના ઘરેથી રૂપિયા પાંચ લાખ લઈ આવ અને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરિણીતા તેના પિયરમાં આવી ગઈ હતી. જ્યાં તેણે દીકરીને જન્મ આપતા તેના પતિએ અને સાસુએ આ બાળક અમારું નથી તેમ કહીને સ્વીકારવાની ના પાડી હતી. ઉપરાંત તેના ફુવાજી સસરા એ તેને કહ્યું હતું કે તારે ઘરમાં રહેવું હોય તો તારા સાસુ અને નણંદનો ત્રાસ સહન કરવો પડશે. નહિં તો છૂટાછેડા લેવા હોય તો તારા બાપને કહે પાંચ લાખ રૂપિયા લઈને આવે. આમ અંતે મહિલાએ કંટાળીને પોલીસને જાણ કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ં
Published by: rakesh parmar
First published: August 21, 2022, 11:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading