અમદાવાદ: રક્ષાબંધનમાં ભળ્યો દેશભક્તિનો રંગ, વિધાર્થીઓએ બનાવી 400 ફૂટ લાંબી રાખડી!


Updated: August 9, 2022, 8:08 PM IST
અમદાવાદ: રક્ષાબંધનમાં ભળ્યો દેશભક્તિનો રંગ, વિધાર્થીઓએ બનાવી 400 ફૂટ લાંબી રાખડી!
વિધાર્થીઓએ 400 ફૂટ લાંબી રાખડી તૈયાર કરી છે

આઝાદીના અમૃતમહોત્સવના ભાગરૂપે સ્વાધીનતાના 75 શૂરવીરોની થીમ પર આ રાખડી તૈયાર કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ: ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક એવા રક્ષાબંધન(raksha bandhan)ના અનોખા રંગ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે, ત્યારે આ વખતે અમદાવાદની સાધના વિનય મંદિર સ્કૂલના વિધાર્થીઓ દ્વારા તૈયાર કરેલી રાખડી (rakhi)ના દ્રશ્યો જોઈને તમે પણ આશ્ચર્યમાં મૂકાઇ જશો. કેમ કે, રક્ષાબંધનની ઉજવણી માટે વિધાર્થીઓએ કરેલી મહેનત 400 ફૂટ લાંબી છે. હા, વિધાર્થીઓ દ્વારા 400 ફૂટ લાંબી (400 ft long) રાખડી તૈયાર કરી છે. આઝાદીના અમૃતમહોત્સવના ભાગરૂપે સ્વાધીનતાના 75 શૂરવીરોની થીમ પર આ રાખડી તૈયાર કરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓઓ અને શિક્ષકોએ સતત સાત દિવસની મહેનતે આ રાખડી બનાવી છે.

આગમી 11 ઓગસ્ટના રોજ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજાવવાનો છે, ત્યારે દેશનો સ્વતંત્ર દિવસ 15 ઓગસ્ટ પણ નજીક હોવાથી આ વખતે રક્ષાબંધન પહેલાથી જ દેશભક્તિના રંગ જોવા મળી રહ્યા છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઠેર-ઠેર રક્ષાબંધનની ઉજવણીમાં પણ લોકોમાં દેશભક્તિ છલકાઈ રહી છે. આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી સાધના હાઇસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રક્ષાબંધનની ઉજવણી જોવા મળી. અહીં 400 ફૂટની રાખડી પ્રદર્શનમાં મુકાઈ હતી. 400 ફૂટ લાંબી રાખડી કે જેને સ્વાધીનતાના 75 શૂરવીરોની થીમ પર બનાવવામાં આવી છે.


આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના કેસ ફરી વધ્યા, અમદાવાદમાં 265 કેસ સાથે 1 દર્દીનું મોત

સ્કૂલના સંચાલક રવિભાઈએ જણાવ્યું કે,  શાળાના 35 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોની મહેનત છે. દેશને આઝાદી અપાવવામાં સ્વતંત્ર સેનાનીઓનો સિંહ ફાળો રહ્યો છે.  એ સ્વતંત્રતા સેનાનીઓના ફોટોગ્રાફ સાથે રાખડી બનાવવામાં આવી છે. આજના યુવાનો આ દેશની આઝાદીના લડવૈયાઓને ઓળખી શકે તે હેતુથી રાખડીને હાલ સ્કૂલના પ્રાંગણમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

મહત્વનુ છે કે, સાધના સ્કૂલ દ્વારા દર વર્ષે અલગ-અલગ થીમ પર રક્ષાબંધન ઉજવણી કરવામાં આવે છે. ગત વર્ષે કોરોના મહામારીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ જેવા વોરિયર્સ થીમ પર રાખડી બનાવવામાં આવી હતી.
Published by: Azhar Patangwala
First published: August 9, 2022, 8:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading