

આજે અહમદ પટેલની (Ahmed Patel) દફનવિધિમાં ગુજરાત કૉંગ્રેસના તમામ મોટા નેતાઓ પીરામણમાં દેખાઇ રહ્યા છે. ગુજરાતનુ સમગ્ર મોવડી મંડળ હાજરી આપશે તેવા સમાચાર છે. આ ઉપરાંત પૂર્વ સીએમ કમલનાથ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસ આગેવાન આનંદ શર્મા પણ ઉપસ્થિત છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તેમની અંતિમ ક્રિયામાં હાજરી આપી શકે છે.


રાહુલ ગાંધી પણ દિલ્હીથી ખાસ વિમાનમાં સુરત આવશે. સુરતથી બાય રોડ પીરામણ પહોંચ્યા છે. જેથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એરપોર્ટ પહોંચ્યા હતા. આ ઉપરાંત પૂર્વ સીએમ કમલનાથ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસ આગેવાન આનંદ શર્મા ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તેમની અંતિમ ક્રિયામાં હાજરી આપશે.


નોંધનીય છે કે, બુધવારે મોડી રાત્રે કોંગ્રેસ નેતા અહમદ પટેલનો પાર્થિવ દેહ વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જે બાદ એમ્બ્યુલન્સ દ્વારા એરપોર્ટથી અંકલેશ્વર લઈ જવામાં આવ્યો હતો. એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ સહિત કાર્યકરો હોદ્દેદારોએ અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તો અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.


અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં અહમદ પટેલના મૃતદેહને રાખવામાં આવ્યો હતો. જેથી હોસ્પિટલની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો.