

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskantha) ડીસા-પાટણ હાઈવે પર (Dees-Patan Highway) આજે બાઈક swift કાર અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો (Accident) સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવાર ઠાકોર યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું .બનાવ ને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ડીસા પાટણ હાઈવે પર આવેલ ખરડોસણ ગામ પાસે આજે બાઈક સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો .ડીસા પાટણ તરફ જઇ રહેલ બાઈક ચાલક યુવક ઓવરટેક કરવા જતા સ્વીફ્ટ કારની નીચે આવી જતા આ અકસ્માત સર્જાયો હતો.


અકસ્માત બાદ પાછળ આવી રહેલી ટ્રક પણ કાર ને ધડાકાભેર અથડાઈ હતી જેથી બાઈક કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલક યુવક કારની નીચે આવી જતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.


અકસ્માત માં આશાસ્પદ પ્રકાશ પારધીજી ઠાકોરનું કરુણ મોત થતા આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત અન્ય ત્રણ લોકોને સારવાર માટે ખસેડી રાહત કામગીરી શરૂ કરી હતી .ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ડીસા ની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે


બોટાદમાં પણ અકસ્માત : રાજ્યમાં કોરોના વાયરસ બાદ લોકડાઉનને પગલે અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ જેમ જેમ લોકડાઉનમાં છૂટછાટ મળતી ગઈ તેમ તેમ ફરી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. વાહન ચાલકની એક નજીવી ભૂલના કારણે નિર્દોશના કમોતે મોત થઈ રહ્યા છે. ત્યારે આજે બોટાદ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારમાં પતિ-પત્ની અને પુત્રી ત્રણેના મોત નિપજ્યા છે.