

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં (banaskantha) કોટડા ગામ પાસે (kotada village) અઠવાડિયા અગાઉ થયેલી હત્યામાં મૃતકની (murder case) પત્નીના પ્રેમીના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં મૃતકની પત્ની, ભાભી તેમજ ભત્રીજીએ પણ જમીન પચાવી પાડવા માટે યુવકની કરપીણ હત્યા કરાવી હોવાનું સામે આવી છે. જેથી પોલીસે તેની પત્ની, ભાભી અને ભત્રીજીની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


ધાનેરા તાલુકાના કોટડા ગામ પાસે અઠવાડિયા અગાઉ થયેલી યુવકની હત્યામાં વધુ એક ચોંકાવનારી વિગતો બહાર આવી છે .એક અઠવાડિયા અગાઉ કોટડા ગામે અણદાભાઈ પટેલની પત્નીને રોશનખાન સિંધી નામના શખ્સ સાથે આડા સંબંધો હતા અને અણદાભાઈ અડચણરૂપ બનતા તેની પત્નીએ પ્રેમી સાથે મળી તેની હત્યા કરી હતી.


જેમાં હત્યારા રોશનખાન સિંધીની ધાનેરા પોલીસે અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા હતા. જોકે રિમાન્ડ દરમિયાન વધુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં હત્યામાં માત્ર રોશનખાન સિંધી અને મૃતકની પત્ની જ નહીં પરંતુ મૃતકની ભાભી અને ભત્રીજી પણ સામેલ હોવાનું બહાર આવી છે.


જમીન પચાવી પાડવાના માટે મૃતકની ભાભી અને ભત્રીજી પણ હત્યાના કાવતરામાં સામે હતા. મૃતકની પત્નીએ તેનો પતિ અડચણરૂપ હોવાથી અને તેની ભાભી અને ભત્રીજી એ જમીન પચાવી પાડવા માટે ચારેય લોકોએ સાથે મળી હત્યાનું કાવતરું ઘડ્યું હતું.