

નવી દિલ્હીઃ ભારત અને ચીન (India china Standoff)ની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ રવિવારે દશેરા (Dussehra 2020) પર્વના અવસરે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સ્થિત સુકના વૉર મેમોરિયલનો પ્રવાસ કર્યો. રાજનાથ સિંહે ત્યાં શસ્ત્ર પૂજન કરી ચીનને કડક સંદેશ પણ આપ્યો છે. તેઓએ કહ્યું કે ભારત પોતાની એક ઇંચ જમીન પણ કોઈને નહીં લેવા દે. (PIC- ANI)


રક્ષા મંત્રી રાજનાથ સિહે રવિવારે દશેરા પર્વ પર પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે સુકના વૉર મેમોરિયલ પહોંચીને શસ્ત્ર પૂજન કર્યું. (PIC- ANI)


દાર્જિલિંગમાં આવેલા સુકના વૉર મેમોરિયલમાં રાજનાથ સિંહની સાથે સેના પ્રમુઅ એમ. એન. નરવણે પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન અત્યાધુનિક હથિયારોની પણ પૂજા કરવામાં આવી. (PIC- ANI)


રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ દરમિયાન ચીનના મુદ્દે કહ્યું કે ભારત અને ચીન સરહદ વિવાદ ખતમ થવો જોઈએ. સરહદ પર શાંતિ હોવી જોઈએ. (PIC- ANI)


સુકના વૉર મેમોરિયલની મુલાકાત દરમિયાન સેનાના અનેક ઘાતક અને અત્યાધુનિક હથિયારોની પણ રાજનાથ સિંહે પૂજા કરી. (PIC- ANI)


દશેરા પર્વના અવસરે રાજનાથ સિંહે શસ્ત્ર પૂજા દરમિયાન ચીનને આકરો સંદેશ આપતા અસોલ્ટ રાઇફલને પોતાના હાથમાં લઈને જોઈ. સેના પ્રમુખ એમએન નરવણેએ તેમને તેની તમામ ખાસિયતો વિશે માહિતી આપી. (PIC- ANI)


રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ દરમિયાન સરહદ માર્ગ સંગઠન દ્વારા સિક્કિમમાં બનાવવામાં આવેલા અનેક રોડનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેઓએ કહ્યું કે, હંર આપ સૌને એવું જણવવા માંગું છું કે BRO દ્વારા સિક્કિમના મોટાભાગના સરહદી રસ્તાઓને ડબલ લેનમાં અપગ્રેડેન કરવામાં આવી રહ્યું છે. તેમાંથી ઇસ્ટ સિક્કિમમાં 65 કિલોમીટરના માર્ગ નિર્માણ કાર્ય પ્રગતિ પર છે તથા 55 કિલોમીટર માર્ગ નિર્માણ યોજના હેઠળ છે. (PIC- ANI)