

India Fights Corona: ભારતમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો છે. એક તરફ કોવિડ વેક્સીનેશનનું બીજું ચરણ ચાલી રહ્યું છે તો બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક એક લાખ 57 હજારથી પણ વધી ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં પણ વધારો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)


દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,09,89,010 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,599 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 97 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,29,398 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 8 લાખ 82 હજાર 798 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,278 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,88,747 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,57,853 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 22,19,68,271 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં 5,37,764 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં ગુજરાતના (Gujarat corona update) વિવિધ જિલ્લાઓમાં નવા કુલ 575 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે એક કોરોના દર્દીનું મોત થયું હતું. બીજી તરફ 459 લોકો કોરોનામાંથી મુક્ત થઈને ઘરે પરત ફર્યા છે. આજે કુલ 45,974 વ્યક્તિઓને કોરોના રસી (corona vaccine) આપવામાં આવી હતી. (પ્રતીકાત્મક તસવીર)


અમદાવાદ કોર્પોરેશનમાં 127, સુરત કોર્પોરેશનમાં 125, વડોદરા કોર્પોરેશન 70, રાજકોટ કોર્પોરેશન 58 કેસ નોધાયા હતા. આ ઉપરાંત સુરતમાં20, ભાવનગર કોર્પોરેશનમાં 15, આણંદમાં 14, રાજકોટમાં 13, વડોદરામાં 12, મહેસાણામાં 11, કચ્છમાં 10, ખેડા 9, દાહોદમાં 8 કેસ, જામનગર કોર્પોરેશનમાં 8 કેસ, સાબરકાંઠામાં 8 કેસ, ગાંધીનગરમાં 7 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 6 કેસ ભરૂચ 5, જામનગર 5, જુનાગઢ કોર્પોરેશન 5, અમદાવાદમાં 4 કેસ નોધાયા હતા. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, ગીર સોમનાથ 4, પંચમહાલ 4, જુનાગઢ 3 કેસ, પાટણ 3, અરવલ્લી 2, દેવભૂમિ દ્વારકા 2, મોરબી 2, પોરબંદર 2, તાપી 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, છોટા ઉદેપુરમાં 1, નર્મદામાં 1, નવસારીમાં 1, સુરેન્દ્રનગરમાં 1, વલસાડમાં 1 કેસ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક કોરોના દર્દીનું મોત નીપજ્યું હતું. (પ્રતીકાત્મક તસવીર)