

અમદાવાદમાં (Ahmedabad) એકતરફ કોરોનાવાયરસનાં (Coronavirus) સંક્રમણનો રાફડો ફાટ્યો છે. જેથી શુક્રવારે રાતે 9 કલાકથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ (Ahmedabad curfew) લગાવવામાં આવ્યો છે. આ દરમિયાનમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની હવા (Air) શુદ્ધ બની છે. કરફ્યૂને કારણે 24 કલાક વાહન વ્યવહાર બંધ રહેતા હવામાં પ્રદુષણનું (air pollution) પ્રમામ ઘટ્યું છે. શનિવારે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (air quality index) 88 પર આવી ગયો હતો.


આ પહેલા પણ જ્યારે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારે પણ અમદાવાદની હવા શુદ્ધ થઇ ગઇ હતી. અને આ વખતે પણ માત્ર 24 કલાક વાહનવ્યવહાર બંધ રહ્યો ત્યારે અમદાવાદનો શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 88 પર પહોંચ્યો છે. (આ મેપમાં લીલા રંગનાં સિમ્બોલનો અર્થ સેટિસફેક્ટરી થાય છે અને પીળા રંગનો અર્થ મોડરેટ થાય છે.)


હવાના પ્રદૂષણની માત્રા બતાવતી સફર એપ્લિકેશન પ્રમાણે, શનિવારે અમદાવાદ શહેરમાં સવારના દસ વાગ્યાથી લઈને સાંજના છ સુધીમાં ઓવરઓલ એર કવોલિટી ઈન્ડેકસ 90 ઉપર સ્થિર હતો. જયારે સૌથી વધુ હવાનું પ્રદૂષણ રાયખડ વિસ્તારમાં સૌથી વધુ 120 એર કવોલિટી ઈન્ડેકસ નોંધાવા પામ્યો હતો.