

આજે ભારત 72મો પ્રજાસત્તાક પર્વ (Republic Day) મનાવી રહ્યું છે. ત્યારે પ્રજાસત્તાક પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) સાફો બાંધવાની પ્રથાને યથાવત રાખી છે. તેઓ 72મા પ્રજાસત્તાક પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની (Jamnagar) એક ખાસ પાઘડી પહેરી છે. આ પાઘડી (Paghadi) ગુજરાતના જામનગરના શાહી પરિવાર (Jamnagar Royal family) દ્વારા વડાપ્રધાન મોદીને ભેટ આપવામાં આવી હતી. શાહી પરિવાર દ્વારા આ પ્રકારની પહેલી પાઘડી પીએમને ભેટ કરાઈ હતી.


જામનગરના શાહી પરિવારે આ પાઘડી તેમને ભેટમાં આપી હતી. મોદી દરવર્ષે ગણતંત્ર દિવસે વિવિધ પ્રકારની પાઘડી પહેરે છે. ત્યારે સાંસદ પૂનમબેન માડમે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પારપંરિત હાલારી પાઘડી જામનગરના ઉચ્ચ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. ગણતંત્ર દિવસે વડાપ્રધાનને હાલારી પાઘડીમાં જોઈને ગૌરવ અનુભવી રહ્યા છીએ.


71મા ગણતંત્ર દિવસના અવસર પર પ્રધાનમંત્રી મોદીએ બાંધણીની પાઘડીને પસંદ કરી હતી. કેસરિયા રંગની પાઘડીનો એક ભાગ કમર સુધી જતો હતો.