

આજે રવિવારે રાજ્યમાં (Gujarat) 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં આજે સવારે સાત કલાકથી ચૂંટણી (Local Body Polls) યોજાઇ રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરૂ થાય તે પહેલા જ ખેડા (Kheda) જિલ્લાના આખડોલ ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી. જેમાં કૉગ્રેસના (Congress) સમર્થકો અને પોલીસ (Gujarat Police) વચ્ચે બોલાચાલી થઇ હતી. આ સાથે આખડોલ ગામના સ્થાનિકોએ વોટ ફોર પંજાના સુત્રોચાર કર્યા હતાં. આ સાથે ગામની મહિલાઓ (Woman) અને પોલીસ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઇ હતી.


આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાના આખડોલ બેઠક પર કૉંગ્રેસ સમર્થકો અને પોલીસ વચ્ચે બબાલ થઇ હતી. ચૂંટણી પહેલા જ વહેલી સવારે કૉંગ્રેસ સમર્થકોએ આખડોલ ગામના રસ્તા પર હોબાળો કરીને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા છે


આ સાથે આખડોલ ગામની મહિલા અને પોલીસ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઇ છે. આ ગામના સ્થાનિકોએ વોટ ફોર પંજોના સુત્રોચાર કર્યા હતા. આ સાથે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીના મતદાન પહેલા જ અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી.


મહત્ત્વનું છે કે, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે રવિવારે ચૂંટણી શરૂ થઇ ગઇ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ મળીને 5481 બેઠકો માટે 22176 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2,97,29,871 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પંચાયતોની ચૂંટણીમાં અનઈચ્છિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.