

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશમાં કોરોના વાયરસ હજુ સુધી નષ્ટ થયો નથી. પણ રાહતની વાત એ છે કે, આ જીવલેણ વાયરસથી હવે રસી (Coronavirus Vaccine)શોધાઇ ગઇ છે. અને અત્યાર સુધીમાં કરોડો લોકોએ આ વેક્સિન લઇ પણ લીધી છે.


કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. હવે એવામાં ફિલ્મી સ્ટાર્સ પણ વેક્સિન લગાવી રહ્યાં છે. હાલમાં જ સૈફ અલી ખાન (Saif Ali Khan)એ કોરોનાની વેક્સિન લગાવી છે. તેણે શુક્રવારે વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે.


તેણે બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સનાં કોરોના વેક્સીન સેન્ટરની બહાર સ્પોટ કરવામાં આવ્યો હતો. અને ત્યારથી જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં સૈફની સાથે સાથે અન્ય ઘણાં લોકો પણ નજર આવે છે.


સૈફ અલી ખાન કોરોના વેક્સીન સેન્ટરની બહાર નીકળતો અને તેની કારમાં બેસતો નજર આવે છે. આ વીડિયોની સાથે લખવામાં આવ્યું છે કે, સૈફ અલી ખાને કોરોના વેક્સીન લઇ લીધી છે. આ દરમિયાન સૈફ બ્લૂ કલરનાં કુર્તા અને ખાકી કાર્ગો પેન્ટમાં નજર આવ્યો હતો. તેણે રેડ બન્દાનાને માસ્કની જેમ બાંધ્યું હતું.