સુરત : પોલીસે જ્યારે પરિણીતાને પૂછ્યું કે, પતિ સાથે નથી રહેતી તો ગર્ભવતી કઇ રીતે થઇ? મચ્યો હોબાળો


Updated: October 27, 2020, 7:59 AM IST
સુરત : પોલીસે જ્યારે પરિણીતાને પૂછ્યું કે, પતિ સાથે નથી રહેતી તો ગર્ભવતી કઇ રીતે થઇ? મચ્યો હોબાળો
પ્રતિકાત્મક તસવીર

પોલીસની કામગીરી પર આક્ષેપ કરી પોલીસ સ્ટેશન માથે લેતા આ મહિલા વિરુદ્ધ પોલીસે પોતાની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.  

  • Share this:
સુરતમાં દંપતી વચ્ચેના ઝઘડામાં મહિલા પોલીસ મથકમાં કાઉન્સિલીંગ સમયે પરિણીત મહિલાએ હોબાળો મચાવ્યો હતો. પોલીસ કર્મચારીએ મહિલાને સવાલ કર્યો હતો કે, પતિ સાથે શારિરીક સબંધ નહીં હોવા છતા પોતે ગર્ભવતી કેવી રીતે બની? આ સવાલ પૂછતાની સાથે આ મામલે સ્પષ્ટતા કરવાને બદલે મહિલા ઉશ્કેરાય ગઇ હતી અને પોલીસ પર આક્ષેપ સાથે હંગામો મચાવ્યો હતો. જોકે, પોલીસની કામગીરી પર આક્ષેપ કરી પોલીસ સ્ટેશન માથે લેતા આ મહિલા વિરુદ્ધ પોલીસે પોતાની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

સુરતના વરાછા યોગીચોકના સહજાનંદ હાઇટ્સમાં રહેતા શૈલેષ માવાણીએ વર્ષ 2016માં તેજસ્વીની વૈકંઠે ઢાડે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેમને હાલમાં 3 વર્ષની પુત્રી છે. છેલ્લા બે વર્ષથી પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતા તેઓ વચ્ચે રોજ ઝઘડા થતા હતા. જોકે પતિ લોકડાઉન સમયે પોતાના ભાઈ સાથે પત્ની અને બાળકીને મૂકીને વતન જતો રહ્યો હતો. જેને કારણે  પરિણીતાને પોતાનું અને બાળકીનું ભરણપોષણ કરવું મુશ્કેલ પડતુ હતુ.

જેથી પરિણીતા તેજસ્વીનીએ ગત તા. 23ના રોજ, મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ શૈલેષ માવાણી અને જેઠ સંજય માવાણી વિરૂધ્ધ અરજી કરી હતી. આ અરજીની તપાસ અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન દ્વારા તારીખ  24ના રોજ જેઠ સંજયનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પતિ સુરતમાં કામધંધો નહીં મળતા વતનમાં રહી ચાલી ગયેલ હોવાનું જાણકારી આપી હતી. જેને લઈને આજે પરિણીતાના પતિને વતનથી આવતા શૈલેષને નિવેદન નોંધવા બોલાવ્યો હતો.

અમદાવાદનાં આ વિસ્તારમાં જાહેર કરાયુ સ્વૈચ્છિક લૉકડાઉન, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

કુમકુમ મંદિર દ્રારા દશેરા પર્વની ઉજવણી: 'દશેરાથી આ દશ દોષો પર વિજય મેળવવો જોઈએ'

તેજસ્વીની પતિ શૈલેષ સાથે રહેવા તૈયાર હોવાનું પોતાનું નિવેદન નોંધાવ્યું હોવાથી પોલીસે સમાધાન થાય અને સાથે રહે તે ઉદેશથી પતિ-પત્ની વચ્ચેના મતભેદ દૂર કરવા માટે બંનેનું કાઉન્સિલીંગ શરૂ કર્યુ હતું. જે દરમિયાન પત્ની સાથે છેલ્લા દોઢ વર્ષથી શારિરીક સબંધ નહીં હોવા છતા તેજસ્વીનીએ થોડા સમય અગાઉ ગર્ભ ધારણ કર્યો હતો અને તેનો સારવારનો 80 હજારનો ખર્ચ ચૂકવ્યાનું શૈલેષે જણાવ્યું હતું. જોક આ બાબતે મહિલાને પોલીસે સ્પષ્ટતા કરવાનું કહેતા પરિણીતા તેજસ્વીનીએ ગાળાગાળી શરૂ કરી દીધી અને તમે ફરિયાદીની સાથે રહેવાને બદલે સામાવાળાના પક્ષે વાત કરો છો, તમને કાઉન્સિલીંગની કોઇ સત્તા નથી એમ કહી હોબાળો મચાવ્યો હતો.

પોલીસ સ્ટેશનનો અન્ય સ્ટાફ દોડી આવતા તેમને પણ અપશબ્દો ઉચ્ચારી પોલીસ સ્ટેશન માથે લેતા છેવટે પોલીસે પરિણીતા તેજસ્વીની વિરૂધ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો અને પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Kaushal Pancholi
First published: October 27, 2020, 7:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading