પેન્ગોગ લેકના ઉત્તર-દક્ષિણ કિનારા પર ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ- રાજનાથ સિંહ

News18 Gujarati
Updated: February 11, 2021, 11:40 AM IST
પેન્ગોગ લેકના ઉત્તર-દક્ષિણ કિનારા પર ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ- રાજનાથ સિંહ
રાજનાથ સિંહે રાજ્યસભામાં કહ્યું કે, LAC પર જવાનો અડગ છે, એક પણ ઈંચ જમીન લેવા નહીં દઈએ

રાજનાથ સિંહે રાજ્યસભામાં કહ્યું કે, LAC પર જવાનો અડગ છે, એક પણ ઈંચ જમીન લેવા નહીં દઈએ

  • Share this:
નવી દિલ્હી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ ગુરુવારે રાજ્યસભા (Rajya Sabha)માં ભારત-ચીન વિવાદ (India China Conflict)ને લઈને નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે એલાન કર્યું કે ભારત-ચીનની વચ્ચે પેન્ગોગ લેકની પાસે વિવાદ પર સમજૂતી થઈ ગઈ છે અને બંને દેશની સેનાઓ પોતાના સૈનિકોને પાછળ હટાવશે.

રક્ષા મંત્રીએ એલાન કર્યું કે ભારત અને ચીન બંનેએ નક્કી કર્યું છે કે એપ્રિલ 2020 પહેલાની સ્થિતિને લાગુ કરવામાં આવશે, જે નિર્માણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે તેને હટાવી દેવામાં આવશે. જે જવાનોએ પોતાના જીવ આ દરમિયાન ગુમાવ્યા છે તેમને દેશ હંમેશા સલામ કરશે. સમગ્ર ગૃહ દેશની સંપ્રભુતાના મુદ્દે એક સાથે ઊભું છે.

આ પણ વાંચો, ટ્વીટરે ભારત સરકારના આદેશ નહીં માન્યા તો ટૉપ અધિકારીઓની થઈ શકે છે ધરપકડરાજ્યસભામાં નિવેદન આપતા રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે LACમાં કોઈ ફેરફાર ન થાય અને બંને દેશોની સેનાઓ પોતપોતાના સ્થળે પહોંચી જાય. આપણે એક ઇંચ જમીન પણ કોઈને નહીં લેવા દઈએ. રક્ષા મંત્રીએ કહ્યું કે પેન્ગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાને લઈ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને સેનાઓ પાછળ હટશે. ચીન પેન્ગોગ ફિંગર 8 બાદ જ પોતાની સેનાઓ તૈનાત કરશે.

આ પણ વાંચો, હવે સંજીવની બનશે Covishield, ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીનને WHO પેનલની લીલી ઝંડી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ચીન દ્વારા ગયા વર્ષે ભારે સંખ્યામાં દારુગોળો અને હથિયારો એકત્ર કરવામાં આવ્યા હતા. અમારી સેનાએ ચીનની વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. સપ્ટેમ્બરથી બંને પક્ષે એક બીજાની સાથે મંત્રણા કરી. LAC પર યથાસ્થિતિ કરવી અમારું લક્ષ્ય છે. તેઓએ વધુમાં કહ્યું કે, ચીને 1962ના સમયથી જ ભારતના ઘણા હિસ્સા પર કબજો કરી લીધો છે. ભારતે ચીનને બોર્ડરની સ્થિતિના કારણે બંને દેશોના સંબંધો પર અસર પડવાની વાત કહી છે.

10 મહિનાથી ચાલી રહેલા ઘર્ષણને લઈ રાજ્યસભામાં રાજનાથ સિંહે કહ્યું કે અમે નિયંત્રણ રેખા પર શાંતિપૂર્ણ સ્થિતિ કાયમ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારતે હંમેશા દ્વીપક્ષીય સંબંધોને મજબૂત રાખવા પર ભાર મૂક્યો છે. તેઓએ કહ્યું કે ભારતે ચીનને હંમેશા એવું કહ્યું છે કે બંને દેશોના પ્રયાસોથી જ દ્વીપક્ષીય સંબંધો સુધરી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: February 11, 2021, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading