NASAને ચંદ્ર પર મળ્યું પાણી, માનવ વસાહત સ્થાપવાની દિશામાં અગત્યનું પગલું

News18 Gujarati
Updated: October 27, 2020, 7:49 AM IST
NASAને ચંદ્ર પર મળ્યું પાણી, માનવ વસાહત સ્થાપવાની દિશામાં અગત્યનું પગલું
NASA મુજબ, સોફિયાએ ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત, પૃથ્વીથી દેખાતાં સૌથી મોટા ખાડામાંથી એક ક્લેવિયસ ક્રેટરમાં પાણીના અણુઓ (H2O)ની ભાળ મેળવી છે

NASA મુજબ, સોફિયાએ ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત, પૃથ્વીથી દેખાતાં સૌથી મોટા ખાડામાંથી એક ક્લેવિયસ ક્રેટરમાં પાણીના અણુઓ (H2O)ની ભાળ મેળવી છે

  • Share this:
વોશિંગટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (NASA)એ ચંદ્ર (Moon)ની સપાટી પર પૂરતી માત્રામાં પાણી હોવાનો દાવો કર્યો છે. NASAના જણાવ્યા મુજબ આ પાણી ચંદ્રના એ હિસ્સામાં ઉપસ્થિત છે જ્યાં સૂરજનો પ્રકાશ પહોંચે છે. આ મોટી શોધે ચંદ્ર પર ભવિષ્યમાં હાથ ધનારા માનવ મિશનને મોટી તાકાત મળશે. તેનો ઉપયોગ પીવા અને રોકેટ એન્જિન ઇંધણ ઉત્પાદન માટે પણ કરી શકાશે. આ પાણીની શોધ નાસાની સ્રે( ટોસ્ફિયર ઓબ્જરવેટરી ફોર ઇન્ફ્રારેડ એસ્ટ્રોનોમી (સોફિયા)એ કરી છે.

NASA મુજબ, સોફિયાએ ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત, પૃથ્વીથી દેખાતાં સૌથી મોટા ખાડામાંથી એક ક્લેવિયસ ક્રેટરમાં પાણીના અણુઓ (H2O)ની ભાળ મેળવી છે. પહેલા થયેલા અધ્યયનોમાં ચંદ્રની સપાટી પર હાઇડ્રોજનના કેટલાક રૂપની જાણ થઈ હતી, પરંતુ પાણી અને તેના નજીકના સંબંધી મનાતા હાઇડ્રોક્લિલ (OH)ની શોધ નહોતી થઈ શકી.
આ પણ વાંચો, Ladakh: દુનિયાની બીજી સૌથી ઠંડી જગ્યા દ્રાસમાં સીઝનની પહેલી બરફવર્ષા

વોશિંગટનમાં નાસા હેડક્વાર્ટરમાં વિજ્ઞાન મિશન નિદેશાલયમાં એસ્ટ્રોફિજિક્સ ડિવીઝનના નિદેશક પૉલ હર્ટ્ઝે કહ્યું કે અમારી પાસે પહેલાથી સંકેત હતા કે H2O જેને આપણે પાણીના રૂપમાં જાણીએ છીએ તે ચંદ્રની સપાટી પર સૂર્ય તરફ ઉપસ્થિત હોઈ શકે છે. હવે અમે જાણીએ છીએ કે તે ત્યાં છે. આ શોધ ચંદ્રની સપાટીની અમારી સમજનો પડકાર આપે છે. તેનાથી આપણને ગહન અંતરિક્ષ અન્વેષણ કરવાની પ્રેરણા મળે છે.

માનવ વસાહતો ઊભી કરવાની યોજના બનાવી રહ્યું છે નાસા

નાસાની યોજના ચંદ્ર પર માનવ વસાહતો ઊભી કરવાનું છે. નાસા પહેલા જ ઓર્ટેમિસ (Artemis) પ્રોગ્રામ દ્વારા 2024 સુધી ચંદ્રની સપાટી પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નાસા પોતાના ઓર્ટેમિસ પોગ્રામ દ્વારા ચંદ્રની સપાટી પર 2024 સુધી મનુષ્યોને પહોંચાડવા માંગે છે. તેના માટે ચંદ્રની સપાટી પર માનવ ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. ચંદ્ર પર જઈને મનુષ્યો એ વિસ્તારોની ભાળ મેળવશે જ્યાં પહેલા કોઈ નથી પહોંચ્યું કે જે અત્યાર સુધી દુનિયા માટે અજાણ છે.

આ પણ વાંચો, દિવાળી પર લૉન્ચ થશે Hyundaiની આ જબરદસ્ત કાર, જાણો તેના ફીચર્સ

નેચર એસ્ટ્રોનોમીના નવીનતમ પોઇન્ટમાં પ્રકાશિત અધ્યયન મુજબ, આ સ્થાનના ડેટાથી 100થી 412 પાર્ટ પ્રતિ મિલિયનની સાંદ્રતામાં પાણી વિશે જાણી શકાયું છે. તુલનાત્મક રીતે સોફિયાએ ચંદ્રની સપાટી પર જેટલા પાણીની શોધ કરી છે તેની માત્રા આફ્રિકાના સહારા રણમાં ઉપસ્થિત પાણીની તુલનામાં 100 ગણું ઓછું છે. ઓછી માત્રા હોવા છતાંય આ ખોજ એક નવા સવાલ ઊભા કરે છે કે ચંદ્રની સપાટી પર પાણી કેવી રીતે બને છે. તેનાથી પણ મોટો સવાલ છે કે આ ચંદ્રના કઠોર અને વાયુમંડળહીન વાતાવરણમાં કેવી રીતે બને છે.
Published by: Mrunal Bhojak
First published: October 27, 2020, 7:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading